Aapnu Gujarat
Uncategorized

ઠીકરીયાના ખારા વિસ્તારનાં તળાવમાં ડૂબી જવાથી પિતા અને બે પુત્રોના મોત નિપજ્યા

ગીર સોમનાથ જિલ્લાના ઠીકરીયાના ખારા વિસ્તારમાં તળાવમાં ડૂબી જવાને કારણે ૩ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતકોમાં પિતા અને બે પુત્રોનો સમાવેશ થાય છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ માલધારી પિતા અને બે પુત્રો ઘેટાંઓને નવડાવવા કિનારે લઈ ગયા હતા ત્યારે પિતાનો પગ લપસી જતાં બંને પૂત્રો તેમને બચાવા ગયા હતા, જેમાં પિતાની સાથે તેઓ પણ પાણીમાં ડૂબવાને કારણે મોતને ભેટ્યા હતા.
બનાવની જાણ થતાંની સાથે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે અડધા કલાકની શોધખોળ બાદ પિતા અને બંને પુત્રોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
ઘટનાની વિગતો એવી છે કે, પિતા બંને પુત્ર સાથે ઘેટાઓને નવડાવવા તળાવના કિનારે ગયા હતા. જ્યાં પિતાનો પગ લપસતા તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ જાેતા જ બંને પુત્ર તાત્કાલિક તેમને બચાવવા દોડી આવ્યા હતા, જાે કે, તેઓ પણ તેમની સાથે પાણીમાં ગરકાવ થઈ જતાં મોતને ભેટ્યા હતા.
બનાવની જાણ થતાં સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ત્રણેયની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન અડધો કલાક સુધી તળાવમાં શોધખોળ કર્યા બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા
એક સાથે પિતા અને બંને પુત્રોના મોતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પિતા અને બંને પુત્રોના મોતને પગલે માલધારી સમાજ અને પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસે ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા મંદિરની તૈયારીઓ શરૂ

editor

અમદાવાદના સ્મશાનગૃહમાં મૃતદેહના વેઇટિંગના નામે પૈસાની માગણી

editor

મહેસાણા જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીનો ખેતી કામમાં થશે ઉપયોગ

editor

Leave a Comment

UA-96247877-1