Aapnu Gujarat
ગુજરાત

કારગીલ વિજયના ૨૨ વર્ષ પૂર્ણ,શહીદોને શત શત સલામ

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

26 જુલાઈનો દિવસ સમગ્ર દેશમાં કારગીલ વિજય દિવસ તરીકે ઉજવામા આવે છે. કારગીલના યુધ્ધમાં દેશના કેટલાક જવાનો યુધ્ધ લડતા લડતા શહીદ થયા હતા. આ કારગિલના યુદ્ધમાં પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના એક જાંબાજ યુવાન ભલાભાઈ અખમભાઈ બારીયાએ દૂશ્મનોને હંફાવતા હંફાવતા વીરગતિને પ્રાપ્ત થયા હતા.

પંચમહાલ શહેરા તાલુકામા ખટકપૂર ગામ આવેલુ છે.પિતા અખમભાઈ અને માતા ઝીણી બેનના કુખે ભલાભાઈનો જન્મ થયો હતો. દેશદાઝની ભાવના હોવાથી તેઓ સેનામાં જવાનું નક્કી કરીને 12 મહાર રેજીમેન્ટમાં જોડાયા હતા.1999માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી અને ત્યારબાદ ઘર્ષણ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલ વિસ્તારમાં સામસામો ગોળીબાર ચાલુ થયો. ગોળીબારની સાથે-સાથે મોર્ટારોનો મારો પણ થતો હતો. પરંતુ દુશ્મનોને માત આપવા ભલાભાઇ અડીખમ અને અડગ હતા. તેઓ દુશ્મનોના બંધ બંકર ઉપર ગોળીબાર કરીને જવાબ આપતા હતા. જ્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધાઈ હતી. તેમજ લડતાં લડતાં દેશ માટે શહીદ થઈ હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને માદરેવતન ખટકપૂર લાવીને પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.આજે પણ તેમના પરિવારના સભ્યો ભલાભાઈ બારીયાને યાદ કરે છે. જે સેવાનિવૃત્ત ઓફિસર મનન દેસાઈ દ્વારા લિખિત પુસ્તક” કારગિલ યુદ્ધ ગુજરાતના સૈનિકો “જેમાં ભલાભાઈની વીર ગાથા વર્ણવી છે.આમ આજે બે દાયકા પછી પણ શહેરા તાલૂકાના આ વીર સપૂતને લોકો યાદ કરે છે.

Related posts

મહિલાએ લિફ્ટ લઇ ૫૦ હજાર રૂપિયા પડાવી લીધા

aapnugujarat

ગુજરાતની મુલાકાતે આવેલા WHOના વડા ડૉ. ટેડ્રોસને નવી ઓળખ મળી, વડાપ્રધાન મોદીએ આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’, હાજર સૌ હસી પડ્યા

aapnugujarat

निकोल क्षेत्र में टंकी का स्लैब धराशायी होने से ६ लोग घायल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1