Aapnu Gujarat
ગુજરાત

મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે રાશન કીટ અર્પણ

માલદે ગોહેલ, ગીર-સોમનાથ

કોરોના કાળમાં ઘણી સંસ્થાઓ તરફથી જિલ્લાને સહયોગ મળ્યો છે. કોરોના સેવાયજ્ઞ અંતર્ગત રાજભવન તરફથી યુવા અનસ્ટોપેબલ સ્વૈચ્છીક સંસ્થાના સહયોગથી કોરોના વોરીયર્સને રાશનકીટ વિતરણનું અભિયાન રાજ્યના માન.રાજ્યપાલશ્રી આચાર્યદેવવ્રતજી દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૩૦૬૨ રાશનકીટ ગીર-સોમનાથ જિલ્લાના કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવેલ. આશાવર્કસ, આશાફેસીલેટર, હોમગાર્ડ યુનિટ, જી.આર.ડી. યુનિટ વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર અને ઉના નગરપાલિકાના સફાઇ કામદારો તેમજ આરોગ્ય કર્મચારીઓને જિલ્લા પંચાયત, સભાખંડ, ઇણાજ ખાતે રાશનકીટ અર્પણ કરાઇ હતી. જેમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, અધિક વિકાસ કમિશ્નરશ્રી ડી.ડી.જાડેજા, અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પલ્લવી બારૈયા, પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર સહભાગી થયા હતા.

Related posts

કડી શહેરમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન સંપન્ન થયું

aapnugujarat

ભાજપમાં કોંગ્રેસીઓને નૉ એન્ટ્રીના નિવેદન પર હાર્દિક પટેલનો જવાબ, ‘પાટીલ ઉત્સાહમાં જ નિવેદનો કરે છે’

editor

જેતલસર સગીરાની હત્યા કેસ મામલે આરોપી પર મજબૂત સકંજો

editor

Leave a Comment

UA-96247877-1