Aapnu Gujarat
ગુજરાત

કડી શહેરમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન સંપન્ન થયું

કડી શહેરમાં આવેલ પાણીની ટાંકી, કમળ સંકૅલની સાંમે, ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લાં ૧૩ વર્ષથી ગણપતિ બાપાની વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવે છે.ગણપતિ બાપાની ૯ દિવસ વિધિ પ્રમાણે સેવા પૂજા કરવામાં આવે છે અને રાત્રિ દરમ્યાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે જેમાં ભજન, મ્યુઝીકલ નાઇટ, નાટક ,ગરબા, સંગીત સંધ્યા ,હાસ્ય દરબાર જેવા અનેક કાયક્રમોનું સુંદર આયોજન કરવામાં આવે છે. દસમા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખવામાં આવે છે.
ગણપતિ બાપાનું વિસર્જન મુખ્ય સ્થળેથી વાજતે-ગાજતે ડીજેના તાલ સાથે નીકળી સિંધવાઇ માતાના મંદિર આવેલ તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં ભકતોની ખુબ મોટી સંખ્યામાં ભીડ જામી હતી અને ગણપતિ બાપા મોરયા જેવા જયકારા લગાવવામાં આવ્યાં હતાં.

(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

નિવૃત્ત કર્મચારી અને પરિજન ચૂંટણીથી દૂર રહેવા ચેતવણી

aapnugujarat

ડાયનોસોર ફોસિલ પાર્ક વિશ્વમાં ગુજરાતની ઝાંખી અપાવશે : મુખ્યમંત્રી

aapnugujarat

વડોદરા : મંદિરમાંથી મળેલી બાળકીનું કરાયું નામકરણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1