Aapnu Gujarat
ગુજરાત

જેતલસર સગીરાની હત્યા કેસ મામલે આરોપી પર મજબૂત સકંજો

જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે, જેતલસર ગામે ભોગ બનનાર દીકરી “સૃષ્ટી”ને યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયા, તેમજ જીલ્લા પોલીસ વડા તેમજ જીલ્લાની સમગ્ર ટીમ તેમજ આગેવાનો એ પુષ્પાજંલી અર્પણ કરી હતી.

તેમજ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વિસ્તારના ધારાસભ્ય તરીકે આગળ આવી શ્રુષ્ટિના પરિવારજનોની સાથે કાયમ છે  અને રહેશે એ હેતુ સાંત્વના પાઠવી હતી. મંત્રીશ્રી જયેશભાઇએ માન.મુખ્યમંત્રી અને માન.ગૃહમંત્રીને રૂબરૂ મળીને પુન: આવા નિંદનીય બનાવ ન બને એ હેતુ સખત કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તેમજ મૃતક શ્રુષ્ટિ રૈયાણી સગીરા હોય કેસમાં હત્યાની કલમો સાથે પોકસો કલમનો પણ ઉમેરો કરાવ્યો.

  માન.મુખ્યમંત્રીશ્રી અને માન.ગૃહમંત્રીએ કમિટીની હાઇલેવલની કમિટી રચીને સમગ્ર કેસ રાજકોટ જિલ્લા પોલિસ વડાને નિગરાણીમાં કેસને તાત્કાલિક ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા આદેશ કરેલ છે. શ્રુષ્ટિના પરિવારને ખાસ વિકટીમ કંપેનસેશન હેઠળ રાહત મળવા જાહેરાત કરી….

Related posts

વીવીપેટને લઇને લોકજાગૃતિ કેળવાય તે માટે ગુજરાહ હાઈકોર્ટમાં થઈ અરજી

aapnugujarat

ઓલ ઈન્ડિયા સિટીઝન વિજીલન્સ કમિટિના વર્કશોપ યોજાયો

aapnugujarat

ભાવનગરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1