Aapnu Gujarat
ગુજરાત

બોટાદ જિલ્લા પોલીસના પરીવારના સભ્યો માટે રસીકરણ કેમ્પનું આયોજન

ઉમેશ ગોરાહવા, બોટાદ

હાલમાં ચાલી રહેલ કોરોના કોવીદ-૧૯ ની મહામારીના સંક્રમણનો લોકો ભોગ ન બને અને તેની સામે લડત આપવા સારૂ સરકાર દ્રારા આ કોરોના વાયરસ કોવીદ-૧૯ સામેની પ્રતિકારક રસી લોકોને આપવા સારૂ સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
સરકારશ્રી દ્રારા શરૂ કરવામાં આવેલ આ રસીકરણ અભિયાન અંતર્ગત હાલ ૧૮ વર્ષથી ૬૦ વર્ષ સુધીના તમામ લોકોને અત્રેના બોટાદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલ વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર રસી આપવામાં આવી રહી છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસના પરીવારના સભ્યો આ રસીકરણનો લાભ લે અને પોતાને કોરોના વાયરસ કોવીદ-૧૯ સામે સબળ બનાવે તે હેતુથી બોટાદ જિલ્લા પોલીસ અને જિલ્લા આરોગ્ય શાખા બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા પોલીસ પરીવારના સભ્યો માટે શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગત તા.૧૯/૦૬/૨૦૨૧ ને શનીવારના રોજ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
આ રસીકરણ કેમ્પના પ્રારંભમાં બોટાદ જિલ્લા પોલીસના પરીવારના સભ્યો પૈકી ૧૮ વર્ષથી ૬૦ વર્ષની વયમર્યાદામાં આવતા સભ્યોના રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ તમામ કુલ – ૧૨૧ સભ્યોને અત્રેના મહિલા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ કેમ્પ ખાતે તા.૧૯/૦૬/૨૦૨૧ ના રોજ કોરોના કોવીદ-૧૯ સામેની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ. આ કેમ્પમાં ન માત્ર પોલીસ પરીવારના સભ્યો હતા , પરંતુ આ કેમ્પમાં પોલીસ પરીવારના કુલ – ૧૨૧ સભ્યોની સાથોસાથ બોટાદ શહેરના કુલ – ૧૪૮ લોકોએ પણ રજીસ્ટ્રેશન કરાવેલ અને આ કેમ્પમાં કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધેલ.
આમ બોટાદ જિલ્લા પોલીસ પરીવાર દ્રારા જિલ્લા આરોગ્ય શાખાની મદદથી શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે તા.૧૯/૦૬/૨૦૨૧ના રોજ રાખવામાં આવેલ કોરોના કોવીદ-૧૯ સામેની પ્રતિકારક રસીકરણ કેમ્પમાં જિલ્લા પોલીસના પરીવારના સભ્યોની સાથોસાથ શહેરના અન્ય લોકો દ્રારા પણ કોરોના વિરોધી રસી લઈ સરકાર દ્રારા શરૂ કરવામાં આવેલ રસીકરણનો લાભ લીધેલ.

Related posts

અમીતા ફુમરા દ્વારા બનાવાયેલાં ‘કુદરતી દ્રષ્યો’નું ચિત્ર પ્રદર્શન યોજાયું

aapnugujarat

ઓઢવ વિસ્તારમાં કચરાના ઢગલા પાસે બેઠેલી ગાય સળગી જતા ભારે રોષ

aapnugujarat

કડી તાલુકાનાં ટાંકીયા ગામની શાળામાં શૌચાલયનું લોકાર્પણ કરતાં ‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્મા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1