Aapnu Gujarat
ગુજરાત

અમીતા ફુમરા દ્વારા બનાવાયેલાં ‘કુદરતી દ્રષ્યો’નું ચિત્ર પ્રદર્શન યોજાયું

અમદાવાદ ખાતે આવેલી સેપ્ટ યુનિવર્સિટીની ‘અમદાવાદ ગુફા ઓપન આર્ટ ગેલેરી’ ખાતે મહિલા ચિત્રકાર અમીતા ફુમરા દ્વારા ‘STROKES OF NATURE’ પર કુદરતી દ્રશ્યોનું એક ચિત્ર પ્રદર્શન યોજાયું હતું જેમાં અલગ – અલગ પેઈન્ટિંગ હતાં તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
‘આપણું ગુજરાત’ની મીડિયા ટીમે ચિત્રકાર અમીતા ફુમરા સાથે વાતચીત કરી હતી અને તેમાં તેમણે પેઈન્ટિંગ વિશે જણાવ્યું હતું કે, મારો વિજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં ચિત્રો દોરવામાં રસ વિકસીત થયો. શરૂઆતમાં હું ફેબ્રિક ગ્લાસવુડ જેવા માધ્યમ ઉપર પેઈન્ટિંગ કરતી હતી પણ હવે પેપર અને કેનવાસ ઉપર ચિત્રો દોરવાનો પ્રયત્ન કરેલ છે.
મારાં ચિત્રો પ્રકૃતિ પ્રત્યેનો દૃષ્ટિકોણ વ્યક્ત કરે છે. ખુશી અને રંગો ફોટોગ્રાફ્સ દ્વારા મારાં ચિત્રોને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી વિવિધ મુસાફરી દરમિયાન જ્યાં પણ મને પ્રકૃતિ દેખાય છે ત્યાં ક્લિક કરું છું.
(અહેવાલ / તસવીર :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

ડભોઇ માં યોજાયો મતદાર જાગૃતિ કાર્યકમ

editor

મેવાણીએ કોર્ટમાં હાજર થઇને વોરંટ રદ કરાવ્યું : માફી માંગી

aapnugujarat

રાહુલની સુરત યાત્રા પહેલા અમિત શાહ સુરત પહોંચશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1