Aapnu Gujarat
ગુજરાત

મેવાણીએ કોર્ટમાં હાજર થઇને વોરંટ રદ કરાવ્યું : માફી માંગી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક આક્રમક યુવા નેતા તરીકે ઉભરેલા જિગ્નેશ મેવાણીને આજે મોટી રાહત મળી હતી. કારણ કે કોર્ટે તેમની સામે જારી વોરંટ રદ કર્યું હતું. દલિત આગેવાન જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં જાન્યુઆરી-૨૦૧૭માં થયેલા રેલ રોકો આંદોલન સંદર્ભે રેલ્વે પોલીસ દ્વારા દાખલ કરાયેલા એક કેસની સુનાવણીમાં જીગ્નેશ મેવાણી અદાલત સમક્ષ હાજર નહી રહેતાં મેટ્રોપોલીટન કોર્ટ દ્વારા મેવાણી વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું. જેના અનુસંધાનમાં જીગ્નેશ મેવાણીએ આજે અદાલત સમક્ષ હાજર રહીને કોર્ટની બિનશરતી માફી માંગી હતી. જેને પગલે કોર્ટે મેવાણીનું બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યું હતું અને કેસની વધુ સુનાવણી તા.૫મી ડિસેમ્બરના રોજ મુકરર કરી હતી. આ અંગેની વિગત એવી છે કે, દલિતોની માંગણીઓને લઇ દલિત નેતા જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ કાલુપુર રેલ્વે સ્ટેશન પર રેલ્વે પાટા પર આંદોલનકારીઓએ રાજધાની એક્સપ્રેસને રોકી હતી અને બાદમાં રેલ્વે પોલીસે આ સમગ્ર મામલામાં ફરિયાદ દાખલ કરી રાયોટીંગનો ગુનો પણ નોંધ્યો હતો જે અંગેના કેસમાં છેલ્લી બે મુદતથી જીગ્નેશ મેવાણી મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ હાજર રહ્યો ન હતો. જેની ગંભીર નોંધ લઇ મેટ્રોપોલીટન કોર્ટે આરોપી જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોંરટ જારી કર્યું હતું જેને પગલે આજે સવારે જીગ્નેશ મેવાણીએ અદાલત સમક્ષ હાજર થઇ જવુ પડયું અને અદાલતને વિનંતી કરી બિનજામીનપાત્ર વોરંટ રદ કરાવ્યું હતું. કોર્ટે આ કેસની વધુ સુનાવણી તા.૫મી ડિસેમ્બર પર મુકરર કરી હતી.

Related posts

ગરીબ-લઘુમતિ વિસ્તારોમાં સ્લીપ નહીં મળ્યાની ફરિયાદ

aapnugujarat

સુરતમાં રૂ.૪૬ લાખના ઘરેણા ભરેલા પાર્સલ ચોરાયા, સાથી કર્મચારીનું કૃત્ય

aapnugujarat

જો કોંગીની સરકાર આવશે તો ગરીબને વર્ષે ૭૨ હજાર મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1