Aapnu Gujarat
ગુજરાત

ડભોઇ માં યોજાયો મતદાર જાગૃતિ કાર્યકમ

ડભોઇથી અમારા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે,મતદાર જાગૃતિ કાર્યક્રમ ડભોઇના ટાવર પુસ્તકાલય ચોક ખાતે રાખવામાં આવ્યો હતો.લોકો માં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકો વોટ કરી પોતાના અધિકાર નો ઉપયોગ કરે તે હેતુ થી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી માં પ્રજા ને પૂરતી માહિતી ના અભાવ ને કારણે મતદાર પોતાના મત અધિકાર થી વંચિત રહી જતો હોય છે જેમકે પોતાના વિસ્તાર માં મતદાન કેન્દ્ર ક્યાં છે તેનો પણ ખ્યાલ અમુક મતદારો ને હોતો નથી. તેઓનું નામ મતદાર યાદી માં છે કે નહીં તે પણ ધ્યાન હોતું નથી આ બધી બાબતો માં મતદાર સજાગ થાય અને મતદાન કરે તે હેતુ થી મતદાર જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.અને પ્રજા ને લોકસાહિ ના પર્વ માં સામેલ થઇ અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.આ ઉપરાંત ગલી ગલી માં જઈ શેરી નાટક કરી ને પણ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યા હતા.અને પ્રજા ને મતદાન અંગે ની પૂરતી માહિતી જીલ્લા ચૂંટણી અધિકારી, જીલ્લા આયુર્વેદિક અઘિકારી. લાઈઝન તથા નોડલ ઓફિસર સુધીર જોશી. સ્વેપ નોડલ તેમજ ડભોઇ તાલુકાના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી.

Related posts

कोट क्षेत्र में सिर्फ छह बिल्डिंग को प्रशासन ने राइटस दिया

aapnugujarat

ભારતીય નાવિક સેના યુનિયન દ્વારા અકસ્માત સહિત મુદ્દા ઉપર જાગૃતિ જગાવવા સેમિનાર

aapnugujarat

કડી તાલુકાનાં માથાસુર ગામે તેજસ્વી તારલાઓનું સન્માન કરતાં ‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્મા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1