Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ જિલ્લામાં ઉજજવલા દિનની ઉજવણી

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય (એમ.ઓ.પી.એન.જી.) દ્વારા પંચમહાલ જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે આજે ઉજજવલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  આ દિવસને એક વિશેષ ઉજવણી દિવસ બનાવવા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ (ઓ.એમ.સી.)ના માધ્યમથી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય ગ્રામિણ ગ્રાહકો સાથે મળીને મોટા સમૂહમાં એલ.પી.જી. ની સુરક્ષા અને ઉપયોગ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ઉજ્જવલા દિવસ ઉજવણીના ભાગરૂપે કાતડિયા તથા આસપાસના ગામોમાં એલપીજી પંચાયત દરમિયાન લાભાર્થીઓને પંચાયત રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, ભારત સરકારના નોડલ અધિકારી ડૉ. શેફાલી જુનેજા તથા મહાનુભાવોના હસ્તે એલપીજી ગેસકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં ઉજ્જવલા યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ૫૨૦૦૦ લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉજ્જવલા દિન નિમિત્તે આજે જિલ્લાના વિવિધ ૯ સ્થળોએ કાર્યક્રમ યોજીને ૧૧૦૦ લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચાયત રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, ગ્રામીણ મહિલાઓને બળતણ ભેગું કરવા માટે આમતેમ ભટકવું પડે છે, ઉજ્જવલા યોજના હેઠળ સ્વચ્છ ઇંધણ મળતાં મહિલાઓને ધુમાડા ફુંકવામાંથી મુક્તિ મળવા સાથે પોતાના પરિવારનું આરોગ્ય સચવાશે એટલું જ નહીં સમયની બચત થતાં તેઓ અન્ય આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કરી શકશે. મંત્રીશ્રીએ સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી પોતાનું ઘર, ફળીયા અને ગામને સ્વચ્છ બનાવવા અનુરોધ કર્યો હતો.

ઉજજવલા દિવસ નિમિત્તે રાજ્યભરમાં ૧૫૦૦૦ હજાર એલ.પી.જી. પંચાયતો યોજી એલ.પી.જી.ના સલામત અને સતત ઉપયોગના હેતુથી અનુભવ વહેંચણી ઉપરાંત ગ્રાહકોના પ્રવેશને વધારવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. દરેક પંચાયત ઓછામાં ઓછા ૧૦૦ નવા એલ.પી.જી. લાભાર્થીઓની નોંધણી કરવાના લક્ષ્યાંક સાથે ૫૦૦ મહિલાઓની ભાગીદારી પર ધ્યાન અપાશે. સુરક્ષા સાહિત્ય (સુરક્ષા, સૂચના અને વીમા કાર્ડસ) નું વિતરણ પણ એલ.પી.જી. પંચાયતમાં કરવામાં આવ્યું હતું. એલ.પી.જી. પંચાયત એક સામુહિક બેઠક છે. જે એલ.પી.જી. ના ગ્રાહકો સાથે સીધી વાતચીત કરવા માટેનું પ્લેટફોર્મ પુરૂં પાડવાની સાથે એલ.પી.જી. અંગેનું પરસ્પર શિક્ષણને પણ પ્રોત્સાહન આપશે.

જિલ્લા નોડલ અધિકારી શ્રી તરૂણ સાધવાણીએ જણાવ્યું કે, પ્રત્યેક એલ.પી.જી. પંચાયતનું લક્ષ્ય એક જ છે કે જે આસપાસના વિસ્તારોમાંથી ૫૦૦ જેટલી મહિલાઓ એકત્રિત કરશે અને એલ.પી.જી. ના લાભાર્થીઓને એલ.પી.જી. નો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની જાણકારી આપવા માટે અને ઉજ્જવલા એલ.પી.જી. વપરાશકર્તાઓ માટે એકમો પુરૂં પાડવાનું તેમજ આરોગ્ય, પર્યાવરણ અને સશકિતકરણ જેવા તેના ઘણા લાભોનો સંદેશો ફેલાવવાનો છે. મહિલાઓની એલ.પી.જી. સાથે રાંધવાના ફાયદાઓનો અનુભવ કરનાર મહિલાઓ આ સ્વચ્છ, લીલા રસોઇના બળતણને સલામત રીતે કોઇપણ પ્રકારની ગેરસમજ વગર અપનાવે તે વિશે અન્ય સ્ત્રીઓનો વિશ્વાસ વધારી શકે અને વાસ્તવિક વપરાશકર્તાઓ દ્વારા પોતાના અનુભવો રજૂ કરી શકે તે જ આ એલ.પી.જી. પંચાયતનો મુખ્ય ઉદ્દેશ છે.

ઉજ્જવલા દિવસની ઉજવણી અંતર્ગત એલ.પી.જી.ના લાભાર્થીઓને નવા જોડાણનું વિતરણ, વિસ્તૃત પી.એમ.યુ. કેટેગરીની વિગતો અને ઉજ્જવલાના નવા લાભાર્થીઓના કેવાયસી ફોર્મ મેળવવા તેવી મુખ્ય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ અવસરે પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના જિલ્લાના નોડલ અધિકારી શ્રી તરૂણ સાધવાણી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સકસેના, મામલતદારશ્રી, તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

ડભોઈમાં પૂ. જલારામ બાપાની જન્મ જ્યંતિ ઉજવાઈ

editor

ઉભરાટ-મરોલી રોડ પર બાઇક ઝાડ સાથે ટકરાતા ત્રણ યુવાનના કરૂણ મોત

aapnugujarat

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના દરોમાં ઘટાડો

editor

Leave a Comment

UA-96247877-1