Aapnu Gujarat
ગુજરાત

સ્વચ્છ ભારત દિવસની ઝુંબેશ અંતર્ગત પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સ્વચ્છતાનો સંદેશો ફેલાવતો સ્વચ્છતા રથ ફરશે

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા.૧૪મી એપ્રિલ થી તા. ૫મી મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનું આયોજન પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશ ખુલ્લામાં શૌચમુકત (ODF) બને તે હેતુ સિધ્ધ કરવા તથા ઓડીએફ સન્સટેનેબ્લિટી(સ્થિરતા) જાળવવા તેમજ ઘન અને પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપન માટે બહોળા પાયે જનજાગૃતિ કેળવવા માટે રાજય સરકાર દ્વારા તા. ૧૮મી એપ્રિલથી સ્વચ્છ ભારત દિવસ ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા રથ ફેરવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે સ્વચ્છ ભારતની વિભાવનાને ચરિતાર્થ કરવા અને તેનો વધુને વધુ પ્રચાર-પ્રસાર કરવાના હેતુથી કલેકટર કચેરી, ગોધરા ખાતેથી જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહની ઉપસ્થિતિમાં સ્વચ્છતા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લાના તાલુકાના ગામોમાં તા.૫મી મે સુધી સ્વચ્છતાનો સંદેશો ફેલાવતો સ્વચ્છતા રથ પરિભ્રમણ કરશે. આ દરમિયાન તમામ ગામોમાં સ્વચ્છતાલક્ષી નાટક, ભવાઇ તેમજ રેલીનું આયોજન કરવામાં આવશે. જેથી ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અંગેની જાગૃતિનો સંદેશો જનજન સુધી પહોંચાડી શકાય. આ અભિયાનથી ગામડા તેમજ દેશમાં વસવાટ કરી રહેલ વિવિધ સમાજના લોકો સ્વચ્છતાનું મહત્વ સમજીને શૌચાલયનો ઉપયોગ કરવા પ્રેરાય, લોકો શૌચાલયનો ઉપયોગ કરતા થાય, શોષખાડાનું મહત્વ સમજ અને ઘન કચરાના નિકાલનું વ્યવસ્થાપન કરવામાં આવે. આમ સમગ્ર દેશ ખુલ્લામાં શૌચમુકત બને અને પરિણામે લોકોની તંદુરસ્તી, સુખાકારીમાં વધારો થાય તેવા ઉમદા આશય આની પાછળ રહેલો છે તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે કહ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ચૌધરી સહિત જિલ્લા પંચાયતની તમામ શાખાઓના અધિકારીશ્રીઓ, એ.પી.ઓ.શ્રી, એસ.બી.એમ.(ગ્રા), પદાધિકારીશ્રીઓ, કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Related posts

મિશન વિદ્યા કાર્યક્રમથી પ્રિય વિદ્યાર્થીઓ વધુ સક્ષમ બનશે અને શિક્ષણનું મજબૂતીકરણ થશે : ઊર્જામંત્રી સૌરભ પટેલ

aapnugujarat

करजण उपचुनाव, पैसा बांटते हुए कांग्रेसी कार्यकर्ता गिरफ्तार

editor

બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરાઇ, 500 વૃક્ષો રોપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1