Aapnu Gujarat
ગુજરાત

બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરાઇ, 500 વૃક્ષો રોપાશે

 ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક પ્રકારની પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે અને આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢવાના કારણે ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો જોવા મળનાર છે ત્યારે બોપલ ઘુમા નગરપાલિકાના કાઉન્સિલર વૃશાલી દાતાર અને દક્ષિણ બોપલના લોકોના પ્રયાસોથી અમદાવાદ જીલ્લાના દક્ષિણ બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. રવિવારે શરૂ કરવામાં આવેલ અને 14થી 19 જુલાઈ સુધી ચાલનારી ગ્રીન સોબો ડ્રાઈવમાં અનેક લોકો જોડાઈ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની રહ્યા છે. ગ્રીન સોબો ડ્રાઈવ અંતર્ગત દક્ષિણ બોપલમાં 500 વૃક્ષોનું નિઃશુલ્ક વાવેતર કરવામાં આવનાર છે અને મહત્તમ લોકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવીને વૃક્ષારોપણ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીન સોબો ડ્રાઈવમાં જોડાનાર લોકોને વૃક્ષારોપણ પહેલા ટ્રી પ્લાન્ટેશન અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી અને ત્યારબાદ અનેક લોકોએ પોતાની જાતે વૃક્ષારોપણ કર્યું હતું. અમદાવાદના દક્ષિણ બોપલમાં શરૂ કરવામાં આવેલ ગ્રીન સોબો ડ્રાઈવ ને સફળ બનાવવા માટે બોપલ ઘુમા નગરપાલિકા કાઉન્સિલર વૃશાલી દાતાર, ગ્રુપના કોર ટીમના સદસ્ય ભૂમિ શાહ, પ્રસિધ્ધ મંગોલીયા, રોહીત શાહ સહિત સાઉથ બોપલના રહેવાસીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વક્ષારોપણ બાદ તેના ઉછેર માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે.
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

भाजपा में शामिल होंगे अल्पेश ठाकोर और धवन सिंह झाला

aapnugujarat

વાજપેયીએ સોમનાથ દર્શન વખતે લૂંટારા ગઝની વિશે કરી હતી આ વાત

aapnugujarat

સાબરકાંઠા એલ.સી.બી.એ નશીલા પદાર્થનો જથ્થો ઝડપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1