Aapnu Gujarat
ગુજરાત

ઉભરાટ-મરોલી રોડ પર બાઇક ઝાડ સાથે ટકરાતા ત્રણ યુવાનના કરૂણ મોત

ચાલુ બાઇકે સેલ્ફી લેવાનો ક્રેઝ ખુબ ભારે પડી શકે છે તે અંગેની ચેતવણી આપતો એક અકસ્માત થયો છે. ઉભરાટ-મરોલી રોડ પર બાઇક ઝાડ સાથે ટકરાતા ત્રણ યુવાનોના મોત થયા છે. રવિવારે મોડી રાત્રે આ બનાવ બન્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આશ્ચર્યની બાબત એ છે કે અકસ્માત થયા બાદ ફેંકાઇઈ ગયેલા ત્રણેય યુવાનો પૈકી એક યુવાનમાં તો ત્યાં પડેલી લાકડી પણ ઘુસી ગઇ હતી. પ્રાપ્ત હેવાલ મુજબ મરોલીથી સાત કિલોમીટરના અંતરે સ્થિતી વિસ્તારમાં આ અકસ્માત થયો હતો.
જલાલપોર પોલીસે સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે. બીજી બાજુ મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો કતારગામના હોવાના હેવાલ મળ્યા છે. ત્રણઁય યુવાનો કતારગામની જયરામ મોરાની વાડીમાં રહેતા હતા. મૃત્યુ પામનાર યુવાનોની ઓળખવિધી કરવાના પ્રયાસ થઇ ગયા છે. જે પૈકી એક બાઇક ચાલક મહેશકુમાર રામાનંદ પ્રસાદ તરીકે ઓખળાયો છે. જ્યારે અન્ય તેના બે મિત્રો સૌર અને ચંદન તરીકે ઓળખાયા છે. ત્રણેય યુવાનો ઉભરાટથી પરત ફરી રહ્યા હતા. એ વખતે કરખદ ગામના વળાંક પાસે ઝાડ સાથે તેમની બાઇક ટકરાઇ ગઇ હતી. અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જો કે પોલીસને પણ તરત જાણ કરી દેવામાં આવી હતી. જલાલપુર પોલીસે માહિતી મળ્યા બાદ તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને ત્રણેય મૃત્યુ પામેલા યુવાનોના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. એવી જાણકારી પણ મળી છે કે, અકસ્માત દરમિયાન ત્યાં પડેલા લાકડાના કારણે પણ એક યુવાનને ગંભીર ઇજા થઇ હતી.

Related posts

અમદાવાદ શહેર પર ગ્લોબલ વોર્મિંગની અસર : મહત્તમ તાપમાનમાં ૦.૯ ડીગ્રી સેલ્સિયસનો વધારો

aapnugujarat

૨૦૨૨માં અમદાવાદથી વડોદરા સુધી બુલેટ ટ્રેન શરૂ થશે

aapnugujarat

કટોકટી લાગૂ કરનારી કોંગ્રેસ આજે કટોકટીમાં : ભરત પંડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1