Aapnu Gujarat
બ્લોગ

શરાબ અને સ્મોકિંગ કોરોના રસી લીધા બાદ પણ મોતનું કારણ બની શકે

દેશ અને દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરના કારણે સ્થિતિ ખુબ જ ગંભીર બનતી જાય છે. પહેલાંની સમખામણીએ હવે કોરોનાનો વાયરસ વધુ ઘાતક બનીને સામે આવ્યો છે. એજ કારણ છેકે, ઝડપથી વધુને વધુ લોકો આ વાયરસનો શિકાર બની રહ્યાં છે. દિન-પ્રતિદિન કોરોનાને કારણે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાની બચવા માટે માસ્ક અને વેક્સીન બન્ને અનિવાર્ય છે. જોકે, એ વાત પણ જાણી લેવી જોઈએકે, વેક્સીન લેતા પહેલાં અને વેક્સીન લીધાં પછી શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. જો તેની તકેદારી રાખવામાં નહીં આવો તો થઈ શકે છે મોટું નુકસાન. નિષ્ણાતોના મતે પાછલા વર્ષની તુલનામાં આ વખતે કોરોના વાયરસની લહેર વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. જેથી હવે દરેક લોકો વેક્સિન લગાવવા તૈયાર થઈ રહ્યાં છે. જોકે ઘણા લોકો વેક્સિન લગાવ્યા બાદ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. એ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છેકે, વેક્સીન લીધા બાદ પણ જો કોરોનાનું સંક્રમણ થાય તો તેનો ખતરો થોડો ઘટી જાય છે. જોકે, વેક્સિન લેતા પહેલાં અને લીધાં પછી કેટલીક સતર્કતા રાખવાની ખાસ જરૂર છે. શું ખાવું અને શું ન ખાવું તે પણ ખુબ જ મહત્ત્વનું બની રહી છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનાં જણાવ્યા અનુસાર કોરોના વેક્સિન લગાવ્યા બાદ જ્યાં સુધી સંભવ હોય સ્વસ્થ અને સંતુલિત ડાયટનું સેવન કરો. તેમાં આખું અનાજ, ફણગાવેલા ચણા અને ફાઈબરથી ભરપૂર ચીજો સામેલ કરો. જેનાથી તમારી ઇમ્યુનીટી સ્ટ્રોંગ બની રહે. વેક્સિન લગાવતા પહેલા સેચ્યુરેટેડ ફેટ અને વધારે માત્રામાં શુગર વાળા એટલે કે મીઠી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઇએ. કારણ કે તે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડીને સ્ટ્રેસ તથા એંગ્જાઈટી વધારી શકે છે. અમેરિકાના સીડીસી (સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એંડ પ્રીવેન્શન) નું માનવામાં આવે તો તણાવ અથવા ઊંઘ યોગ્ય રીતે ન થવા પર અમુક લોકોને વેક્સિન બાદ પરેશાની આવી શકે છે. એટલા માટે યોગ્ય રહેશે કે વેક્સિન પહેલા શુગર યુક્ત આહાર ન લેવો જોઈએ અને પર્યાપ્ત ઊંઘ જરૂરથી લેવી જોઈએ. વેક્સિન લગાવ્યા બાદ શરાબનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં. કારણ કે તેના કારણે ડીહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની કમી થવાની સમસ્યા બની શકે છે તથા સ્મોકિંગ કરવું નહીં. કારણકે સિગારેટનો ધુમાડો પણ વેક્સિનની સાઈડ ઈફેક્ટનો ખતરો વધારી શકે છે. આલ્કોહોલ રિસર્ચના નામનાં જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીનું માનવામાં આવે તો રસી લગાવ્યા બાદ શરાબ પીવાથી તમારી ઇમ્યુનિટી કમજોર થઈ શકે છે. એટલા માટે તેનાથી દુર રહેવાની સલાહ આપવામાં આવે છે. કેટલાંક કિસ્સામાં વેક્સિન લીધા બાદ શરાબનું સેવન મોતને પણ નોતરું આપી શકે છે.

Related posts

ગુજરાતમાં શિક્ષણની અવદશા

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1