Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિદેશી કોરોના રસીને ઓપન માર્કેટમાં વેચવા પણ વિચારણા

દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે રસીકરણ અભિયાનને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે વિદેશી રસીઓને ધડાધડ મંજૂરી આપવા માંડી છે અને સાથે સાથે બીજો એક મહત્વનો નિર્ણય પણ કર્યો છે.
સરકારે ભારતમાં આયાત થનારી વિદેશી રસી પરની કસ્ટમ ડ્યુટી માફ કરી દીધી છે. આમ તો આ રસી પર ૧૦ ટકા કસ્ટમ ડ્યુટી હતી પણ વિદેશી રસી લોકોને સસ્તી મળી શકે તે માટે આ ડ્યુટી નહીં લેવાનુ સરકારે નક્કી કર્યુ છે.
સાથે સાથે ખાનગી કંપનીઓને પણ વિદેશથી રસી આયાત કરવાની મંજૂરી આપવા માટે સરકારે વિચારણા હાથ ધરી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી તો દેશના માર્કેટમાં રસીના પૂરતા ડોઝ ઉપલબ્ધ થશે.
આ પહેલા રશિયન રસી સ્પુતનિકને સરકાર મંજૂરી આપી ચુકી છે. બહુ જલ્દી ભારતમાં આ રસીનુ આગમન થઈ શકે છે. આ સિવાય ફાઈઝર, મોર્ડના અને જોન્સન એન્ડ જોન્સનની રસી પણ ભારતના બજારમાં જલ્દી આવી શકે છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યુ હતુ કે, ખાનગી કંપનીઓને પણ સરકાર રસીની આયાત કરવા મંજૂરી આપી શકે છે. જેના કારણે ઓપન માર્કેટમાં રસી વેચવાનુ પણ શક્ય બનશે. જેમાં સરકારની કોઈ દખલ નહીં હોય. કંપનીઓને વેક્સીનના ભાવ નક્કી કરવાની છુટ અપાશે.હાલમાં દેશમાં કોરોના વેક્સીનની ખરીદી અને વેચાણ પર સરકારનુ નિયંત્રણ છે. સરકાર બહુ જલ્દી આ નિયંત્રણ દુર કરી શકે છે. જોકે આ મામલે નાણા મંત્રાલય દ્વારા હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.

Related posts

પુલવામા અટેક બાદ લોકોમાં આક્રોશ : દેખાવનો દોર જારી

aapnugujarat

बीजेपी ने वोट के चक्कर में कश्मीर के टुकड़े किए, ये देश के लिए काला दिन : कांग्रेस

aapnugujarat

હિમાચલ-ગુજરાતમાં ભાજપ શાનદાર જીત મેળવશે : એગ્ઝિટ પોલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1