Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં બસો જવા પર પ્રતિબંધ

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જતી તમામ બસો તંત્ર દ્વારા હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે રાજસ્થાન જતી બસોમાં ૫૦ ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કોરોનાની બીજી લહેર રોજબરોજ ખતરનાક સાબિત થતી જાય છે. તો સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વણસેલી છે ત્યારે આ પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોટાભાગના લોકો એક સ્થળેથી અન્ય સ્થળે જવા માટે જી્‌ બસનો ઉપોયગ કરતા હોય છે. પરંતુ કોવિડ મહામારીને કારણે બસો બંધ કરવામાં આવી હતી, જો કે, કોવિડ સંક્રમણ ઘટના બસો ફરી શરૂ કરવામાં આવેલ પરંતુ કોરોનાની બીકને લીધો લોકો બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. આ જ કારણોસર બસ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે અને જી્‌ની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે હવે ૨ રાજ્યોમાં બસો બંધ કરવામાં આવતા ય્જીઇ્‌ઝ્રને વધુ નુકસાન થશે.
રાજકોટમાં કોરોનાની બીજી લહેર સૌ કોઈ માટે ઘાતક બની રહી છે. તો રાજકોટ એસ.ટી પોર્ટમાં આજે ૬૭ મુસાફરો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. જે બાદ એસ.ટી બસ પોર્ટમાં મુસાફરોની અવરજવર ઓછી થઈ ગઈ છે. અને એસ.ટી બસની ૪૫૦ જેટલી ટ્રીપ રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૮,૧૫૨ કેસ નોંધાયા છે તો ૮૧ લોકોની મોત છેલ્લા ૨૪ કલાકમાં નોંધાઈ છે. અને ૩,૦૨૩ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૩૨,૬૩૯૪ દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

Related posts

જમાલપુર દરવાજા પાસે નકલી પોલીસ બનીને કર્યો ૯૮૦૦ રૂપિયાનો તોડ,એકની ધરપકડ

aapnugujarat

પાવીજેતપુર એમ.જી.વી.સી.એલ. ની કુટીર જ્યોતિ યોજના અંતર્ગત ૨૦૧૭ માં મંજુર થયેલ વીજ કનેક્શન હજુ સુધી ન મળતા વકીલ દ્વારા નોટિસ.

editor

અંજારનો અને મહિસાગરનો શખ્સ મધ્યપ્રદેશમાં નકલી સોનાના બિસ્કીટ વેચતા ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1