Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાંકોરોના દર્દીઓ માટે એક સમાન જનરલ વૉર્ડ, સેમી કે સ્પેશિયલ રૂમ નહીં

વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં હવે સેમી સ્પેશિયલ કે સ્પેશિયલ રૂમ રહેશે નહીં અને તમામ દર્દીઓ માટે એક સમાન જનરલ વૉર્ડ રહેશે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં આ પ્રથા અમલમાં મુકવામાં આવી છે. કોરોનાની સારવાર માટે તમામ હોસ્પિટલોનાં દરમાં રૂા. ૧૫૦૦થી રૂા. ૬ હજાર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે અને નવો દર ગુરુવારથી જ અમલમાં મૂકવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
ખાનગી હોસ્પિટલોમાં જનરલ વોર્ડ અને તેની સ્પેશિયલ અને સ્પેશિયલ કે સુપર સ્પેશિયલ રૂમ કે સ્યુટ જેવી સુવિધાના નામે મસમોટા બિલ વસૂલાયે છે.ગત વર્ષે કોરોનાનો કહેર શરૂ થયો હતો અને તેના કારણે ખાનગી હોસ્પિટલો માટે પણ એક દર નક્કી કરાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે,ગત વર્ષે જ્યારે કોરોનાની મહામારી શરૂ થઈ હતી ત્યારે કુટુંબમાંથી એકલદોકલ સભ્ય તેનો ભોગ બનતા હતા પરંતુ આ વખતે ૧૫ માર્ચ બાદ જે મહામારી શરૂ થઇ છે તેમાં કુટુંબના બે -ત્રણ- પાંચ સભ્યો ભોગ બની રહ્યા છે અને મોટા બિલના કારણે કુટુંબો પણ પાયમાલ થઈ રહ્યા છે.
ઓએસડી ડો.વિનોદ રાવ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી નિર્ણય કરાયો છે. જે મુજબ હવે જે કોવિડ હોસ્પિટલમાં સેમી સ્પેશિયલ કે સ્પેશિયલ રૂમ હશે અને સેમી સ્પેશિયલ રૂમમાં એક કરતા વધુ દર્દી રાખીને સ્પેશિયલ રૂમ તરીકે દર્દીઓ પાસેથી ચાર્જ લેતા હતા તે હવે બંધ કરવાનું રહેશે અને જે ગત વર્ષે રેટ નક્કી કર્યા હતા તેમાં પણ ઘટાડો કરીને નવા દર તા. ૧૫થી જ અમલમાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે અને હવે તમામ વોર્ડ જનરલ વૉર્ડ તરીકે રહેશે. ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે કેશલેસ સુવિધા જે તે કેસલેસ વાળી હોસ્પિટલમાં ચાલુ જ છે. કેશલેસ હોસ્પિટલમાં કેશ આપવાના જ નથી. વારંવાર ફરિયાદો મળશે તેવી હોસ્પિટલ સામે ફોજદારી કાર્યવાહી કરાશે.

Related posts

राहुल गांधी आ सकते हैं गुजरात, कृषि बिल के खिलाफ पंजाब की तर्ज पर करेंगें ट्रैक्टर रैली

editor

સગીરાને વેચી દેવાના કાંડનો પર્દાફાશ : ચારની અટકાયત

aapnugujarat

કચ્છમાં કપરી સ્થિતિઃ પશુધન માટે વધુ ઘાસચારો ફાળવો તારાચંદ છેડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1