Aapnu Gujarat
ગુજરાત

જમાલપુર દરવાજા પાસે નકલી પોલીસ બનીને કર્યો ૯૮૦૦ રૂપિયાનો તોડ,એકની ધરપકડ

અમદાવાદમાં દિવસને દિવસને ગુનાની પ્રવુતિમાં વધારો થઇ રહ્યો છે, જાણે આરોપીઓને કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ ખુદ પોતે જ નકલી પોલીસ બનીને માસૂમ નાગરીકોને પોતાનો શિકાર બનાવે છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે નકલી પોલીસ બનીને તોડ કરતા બે આરોપીઓ સામે ૯૮૦૦ રૂપિયાનું તોડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે એક આરોપીની સવારે ૧૦ વાગે જમાલપુર બ્રિજ પાસેથી ડિસ્ટાફે ધરપકડ કરી લીધી છે, આરોપી પાસેથી ૧૫૦૦ રૂપિયા રોકડા અને એક મોબાઈલ પોલીસે રિકવર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાકેશ કુમાર રાણા જે બાવળાના રહેવાસી છે જે ફાયનાન્સનો ધંધો કરે છે, જે ગત રાત્રે જમાલપુર દરવાજા પાસે કઈક કામથી આવ્યા હશે, તે સમયે નકલી પોલીસ બનીને આરોપી લિયાકત હુસેન શેખ જે સરખેજના અંબર ટાવરનો રહેવાસી છે તેણે રાકેશ કુમાર રાણા પાસેથી ૯૮૦૦ રૂપિયાનું તોડ કર્યો હતો.આ મામલે રાકેશ કુમાર રાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે લિયાકત હુસેન શેખની ધરપકડ કરી હતી, હાલ તો પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે જેમાં બીજા ઘણા ગુનાઓ બહાર આવી શકે છે.

Related posts

કાલુપર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારો થયો

aapnugujarat

સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા 12 મા સરસ્વતી સન્માન સમારોહ

editor

નર્મદાના નીરથી છલકાશે ભાવનગરનું જાણીતું બોરતળાવ

editor

Leave a Comment

UA-96247877-1