Aapnu Gujarat
ગુજરાત

સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા 12 મા સરસ્વતી સન્માન સમારોહ

શૈલેષ વાળા, ગીર-સોમનાથ

શ્રી સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન તારીખ 7/11/21 ને રવિવારના રોજ ક્રિકેટ ગ્રાઉન્ડ લોઢવા મુકામે યોજનાર છે. તો આ બારમા અને 2020 અને 2021 મા સરસ્વતી સન્માન સમારોહ માટે વિદ્યાર્થીઓ આ કેટેગરીમાં આવતા હોય તો તારીખ 24/10/21 ને રવિવાર સુધી માં માર્કશીટ જમા કરાવવાનું રહેશે. જેમાં ધોરણ 10માં ૭૫ ટકા કે તેથી વધુ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ૭૫ ટકા કે તેથી વધુ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 60% કે તેથી વધુ સ્નાતક કક્ષાએ ૬૫ ટકા કે તેથી વધુ અનુ સ્નાતક કક્ષાએ ૬૫ ટકા કે તેથી વધુ કક્ષાએ, પી.ટી.સી. બી.એડ. કક્ષાએ ૬૫ ટકા કે તેથી વધુ ડીપ્લો એન્જિનિયર કક્ષાએ ડિગ્રી પાર્સિંગ, આઈ.ટી.આઈ કક્ષાએ ૭૫ ટકા કે તેથી વધુ તથા 2020, 2021 માં સરકારી નોકરીમાં લાગેલા મિત્રોને પણ શિલ્ડ આપવામાં આવશે તેમજ સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયેલા કર્મચારીઓને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે તથા 2020 તથા 2021 મા જવાહર નવોદય પરીક્ષા માં પાસ થનાર વિદ્યાર્થી નું સન્માન કરવામાં આવશે. દેવેન્દ્રભાઈ સોલંકી વિરોદર, ગોવિંદભાઈ સોલંકી લાટી, રમેશભાઈ ખુંટડ કદવાર, હરેશભાઈ કામળીયા, અનિલભાઈ જેઠવા, રાજેશભાઈ વંશ, સુત્રાપાડા, ભીખુભાઈ ચુડાસમા પ્રશ્નાવડા, કાળુભાઈ બાંભણીયા લોઢવા, ધર્મેશભાઈ બામણીયા બળેવલા, નાથાભાઈ વાજા સીંગસર, કરસન ભાઈ કામળીયા થોરડી, કણજોતર, દાનાભાઈ વાળા ધામળેજ, રમેશભાઈ બામણીયા બરૂલા, થરેલી, મશરીભાઈ રાઠોડ અમરાપુરા સરા, ગીગાભાઇ વાઢેર છગીયા, પ્રતાપભાઈ બામણીયા નવાગામ બોસન, ભાવેશભાઈ સોલંકી, ભુવાવાડા, વજુભાઈ ગોહિલ પ્રાંસલી, રાહુલભાઈ સેવરા મહોબતપરા, એભાભાઈ મેર રંગપુર, રમેશભાઈ વાજા પીપળવા, અજીતભાઈ ચુડાસમા પ્રાચી, દિનેશભાઈ ચુડાસમા સુંદરપરા, જેસીંગભાઇ પરમાર ગોરખમઢી, અરવિંદભાઈ બામણીયા લાખાપરા આણંદપરા, ના સરનામે વિદ્યાર્થીઓએ તેમના માર્કશીટ તથા લિવિંગ સર્ટિફિકેટ ની ઝેરોક્ષ છેલ્લામાં છેલ્લી તારીખ 24/10/21 સુધી આપી જવા ની રહેશે તેવુ શ્રી કોળી સમાજ સુત્રાપાડા તાલુકા એ અખબાર યાદીમાં જણાવેલ છે.

Related posts

અમદાવાદમાં મેટ્રોનો સૌપ્રથમ ટ્રાયલ રન સફળતાપૂર્વક પાર

aapnugujarat

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ૯ મહિનામાં સૌથી ઓછો

editor

5.5 magnitude Earthquake hits Gujarat, No casualities

editor

Leave a Comment

UA-96247877-1