Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં મેટ્રોનો સૌપ્રથમ ટ્રાયલ રન સફળતાપૂર્વક પાર

અમદાવાદમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી, તે અમદાવાદ મેટ્રોનું પ્રથમ ટ્રાયલ રન આજે ભારે ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. સૌપ્રથમવાર મેટ્રોના અધિકારીઓ, સરકારના સચિવો અને પદાધિકારીઓ તેમ જ ટેકનીકલ નિષ્ણાતોની હાજરીમાં મેટ્રો ટ્રેન એપરલ પાર્કથી નીકળી હતી અને વસ્ત્રાલ જવા રવાના થઈ હતી. મેટ્રો ટ્રેનની પ્રથમ ટ્રાયલ બાદ એવી આશા સેવાઇ રહી છે કે, જાહેર જનતા માર્ચ મહિનાથી અમદાવાદની મેટ્રો ટ્રેનની મુસાફરી કરી શકશે. એપરલ પાર્કથી શરૂ થયેલા ૬.૫ કિલોમીટરનો પ્રથમ ટ્રાયલ રન એપરલ પાર્કથી શરૂ થયો હતો અને વસ્ત્રાલ સ્ટેશને મેટ્રો ટ્રેને ત્રણ કોચ સાથે પ્રથમ ટ્રાયલ પૂર્ણ કરી હતી. મેટ્રોના અધિકૃત અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેટ્રોના ત્રણ કોચની કેપેસિટી ૧,૦૦૦ પેસેન્જરની છે. હાલમાં ડ્રાઇવર સાથે ટ્રેન ચલાવવામાં આવશે અને ભવિષ્યમાં આ ટ્રેન ડ્રાઇવર લેસ પણ થઈ શકશે. આ સ્ટેશન એક ઑપરેશન કંટ્રોલથી કનેક્ટ રહેશે. અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બાદ મેટ્રોની સેવાનો લાભ લોકોને મળશે. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પ્રથમ મેટ્રો દોડશે ત્યારબાદ સુરતમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો વિધિવત્‌ પ્રારંભ અને જાહેરજનતાને તેનો વાસ્તવિક લાભ માર્ચ મહિનાથી મળતો થઇ જાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. મેટ્રો ટ્રેનને એક સ્ટેશનની બીજા સ્ટેશન સુધી પહોંચવામાં માત્ર બે જ મિનિટ લાગે છે અને તે પણ ટ્રાયલ રનમાં. જયારે મેટ્રો ફુલફલેજ શરૂ થશે ત્યારે સ્પીડ વધશે અને ત્યારે બે મિનિટથી પણ માત્ર મિનિટથી દોઢ મિનિટમાં જ બીજા સ્ટેશને પહોંચી શકાશે. હાલ મેટ્રોના ટ્રાયલ દરમ્યાન સુરક્ષા સહિતના વિવિધ પાસાઓનું સતત મોનીટરીંગ અને નીરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે જેથી કોઇ ક્ષતિ કે ખામી હોય તો તેને મેટ્રોના સત્તાવાર પ્રારંભ પહેલા નિવારી શકાય.

Related posts

તરબુચ ખાવાથી મળે છે ગજબના ફાયદા

aapnugujarat

૩૦ એપ્રિલ સુધી સાપુતારા સંપૂર્ણ બંધ રહેશે

editor

અમદાવાદ : વર્ષ ૨૦૧૯-૨૦નું વધારાના કરવેરા વિનાનું બજેટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1