Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ મુદ્દે સુપ્રિમ પોતાનો નિર્ણય પાછો લે,ખોટા સાક્ષીઓને નોટિસ ફટકારેઃ આનંદ શર્મા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે તે રાફેલ ડીલ સાથે જોડાયેલો પોતાનો નિર્ણય પાછો લે અને કેન્દ્ર સરકારે કોર્ટની અવગણના અને ખોટા સાક્ષીઓ માટે નોટિસ જાહેર કરે. તેમને આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપી છે. કોંગ્રેસ કાર્યાલયમાં આયોજિત પત્રકાર સંમેલનમાં શર્માએ એવો આરોપ લગાવ્યો છે કે સરકારે આ દાવો કરીને સંસદના બન્ને સદનોના વિશેષાધિકારનું હનન કર્યું છે કે રાફેલ વિમાનોની કિંમતોને લઇને સીએજી રિપોર્ટ સંસદની લોકલેખા સમિતિ (પીએસી) સમક્ષ રજૂ કરવામાં આવ્યો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા પર નિશાન સાંધતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પોતાના પાપોનો પસ્તાવો કરવો જોઇએ અને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવું જોઇએ. શર્માએ કહ્યું, અમે સુપ્રીમ કોર્ટને અનુરોધ કરીએ છીએ કે તે રાફેલ પર પોતાનો નિર્ણય પાછો લે અને સરકારના ખાટા પુરાવા અને કોર્ટની અવગણના વિરુદ્ધ નોટિસ જાહેર કરે.

Related posts

બોધગયા સીરિયલ બ્લાસ્ટઃ તમામ પાંચ આરોપીને દોષી જાહેર કરાયા

aapnugujarat

लोगों को बीजेपी के एक ऐसे विकल्प की जरूरत है जो भारत में टिक सके : पवार

aapnugujarat

દિલ્હી સરકારે રોજગાર વધારવા માટે સ્ટાર્ટઅપ્સને સુવિધાઓ આપીને ઘણી યોજનાઓ કરી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1