Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં દુકાનદારો-વેપારીઓને ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ ઓનલાઇન મળશે

શહેર મનપાની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારોને હવે ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ ઓનલાઇન મળતું થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના સિટી સિવિક સેન્ટરમાં નાગરિકોને જન્મ-મરણના સર્ટિફિકેટ ઉપરાંત ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ વગેરે આપવાની સુવિધા મળે છે પરંતુ અનેકવાર સિવિક સેન્ટરમાં સર્વરની ખાલી મર્યાદિત ઓફિસ અવર્સ કે અપૂરતો સ્ટાફ વગેરેના કારણે અરજદારોના કામ ટલ્લે ચઢે છે. સિવિક સેન્ટરમાં એએમટીએસના સિટી બસ પાસ, સ્વીમીંગ પુલ ફી સ્વીકારવી જેવી અન્ય બાબતોને પણ આવરી લેવાઈ હોઈ અરજદારોની ભીડ જોવા મળે છે. આ સંજોગોમાં કેટલાક અરજદાર અન્ય અગત્યના કામમાં વિલંબ થવાના કારણે સિવિક સેન્ટરમાં વધુ સમય રોકાઈ શકતા નથી અને તેઓને નિરાશ થઈને પરત જવું પડે છે. જોકે તંત્ર દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ નાગરિકોને ઘરે બેઠા વિવિધ સુવિધા પૂરી પાડવા આયોજન હાથ ધરાતા નવા નવા આયોજન હેઠળ હવે ગુમાસ્તા ધારા અંતર્ગત આવનારી વેપારી પેઢીઓ, દુકાનો, થિયેટરો કે હોટલો જેવા વ્યવસાયકારોએ ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ લેવા માટે છેક સિવિક સેન્ટર સુધી દોડવું નહિ પડે.
આ વર્ગને ઘરે કે પેઢી-દુકાનમાં બેઠા બેઠા ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ ઓનલાઇન મળી શકશે. તાજેતરમાં તંત્ર દ્વારા ગુમાસ્તાધારા સર્ટિફિકેટ મેળવવાની ઓનલાઇન સેવા શરૂ કરાઈ છે. જે અંતર્ગત મનપાની સત્તાવાર વેબસાઇટ પર ગુમાસ્તા ધારા સર્ટિફિકેટ મેળવવા માટે અરજદાર ઓનલાઇન અરજી કરી શકશે. આ અરજી યોગ્ય છણાવટના બાદ વાર્ષિક રૂ. ૬૦ની લાઇસન્સ ફી ભરનારા અરજદારને ગુમાસ્તા ધારા સર્ટિફિકેટની પીડીએફ ઘરે બેઠા મળી જશે.

Related posts

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીનું વિવાદિત નિવેદન, ‘રાહુલ ગાંધી ચોર કંપનીના વડા’

aapnugujarat

હિંસા, તોડફોડ અને આગચંપી બદલ ૪૦થી વધુની અટકાયત

aapnugujarat

મ્યુનિ. કોર્પો.નાં ૨૩૮ ઉચ્ચ અધિકારી પૈકી ૨૫ દ્વારા સંપત્તિ જાહેર થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1