Aapnu Gujarat
ગુજરાત

અંજારનો અને મહિસાગરનો શખ્સ મધ્યપ્રદેશમાં નકલી સોનાના બિસ્કીટ વેચતા ઝડપાયા

મધ્યપ્રદેશના ઝાબુઆ પોલીસે નકલી સોનાના બિસ્કીટ વેંચવા માટે નિકળેલા અંજાર તાલુકાના અને મહિસાગરના આરોપીની અટકાયત કરી છે . ઝાબુઆ પોલીસે આરોપીઓ પાસેથી સોનાના 9 બિસ્કિટ , એક સ્વીફ્ટ કાર , 4 મોબાઈલ , 4500 રોકડા કબજે કરાયા છે . કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભાદ્રોહી ગામના જેસાભાઈ રાધાભાઈ રબારી અને મહિસાગર જીલ્લાના બાલક્ષદુર ગામના વતની ઈમરાન કાળુભાઈ શેખની ધરપકડ કરી છે. ગત 31 મી માર્ચના સાજે ફરિયાદી કીડુ પોતાના મિત્ર દિવાનની સાથે ગુર્જર ઢાબા પર બેઠા હતા ત્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ એક સ્વીફ્ટ કાર નં . GJ 06 – PB – 4147 માંથી જેસાભાઈ રબારી અને ઈમરાન શેખ નીચે ઉતર્યા હતા અને કીડુને પોતાની પાસે બોલાવી જણાવ્યું હતું કે મારી પાસે સોનાના બિસ્કીટ છે , એક બિસ્કીટની કિંમત રૂ .15 હજાર છે . લાલચમાં ફરિયાદીએ કિંમત ચૂકવીને બિસ્કિટ લીધા હતા . આરોપીઓ પાસે વધુ આઠ સોનાના બિસ્કીટ વેચાણ માટે રાખવામાં આવ્યા હતા . ફરિયાદીને શંકા જતાં તે બિસ્કિટ જ્વેલર્સ પાસે લઇ ગયા અને તપાસ કરી તો તે બિસ્કિટ નકલી નીકળ્યું . નકલી સોનાના બિસ્કિટને અસલી સોનાના બિસ્કિટ તરીકે વેચવાની ઘટનાની માહિતી મળતા જ કોવટાલી પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક એલર્ટ જારી કર્યું હતું . આરોપીને પકડવાના પ્રયાસમાં આરોપી કારમાં નાસતો ફરતો હોવાની માહિતી મળી હતી . પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ કોતવાલીના અધિકારીઓએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી .

Related posts

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

aapnugujarat

अरेस्ट वोरंट के बाद हार्दिक समेत आरोपी विसनगर कोर्ट में उपस्थित हुए

aapnugujarat

સિવિલમાંથી શિશુને ઉઠાવી જનાર મહિલાની અટકાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1