Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે શનિવારે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરીયાદ નિવારણ સમિતિની બેઠકને સંબોધતા શ્રી નિનામાએ લોકપ્રતિનિધિશ્રીઓ તરફથી રજુ કરાતા લોકપ્રશ્નોનો નિયત સમયાવધિમાં વાજબી અને ઝડપી ઉકેલ લાવવા અને તે અંગેની સંબંધિત પદાધિકારીશ્રીઓને લેખિતમાં અવગત કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. ભરૂચ-નર્મદા વિસ્તારના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રણજીતકુમાર સિંહ, પ્રાયોજના વહિવટદારશ્રી સી.બી. વસાવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, નાયબ પોલીસ અધિકક્ષશ્રી એમ.એન. જાડેજા, નાયબ વન સંરક્ષક સર્વશ્રી સંદિપકુમાર અને શ્રીમતી રાજ સંદિપ, પ્રાંત અધિકારી સર્વશ્રી ધવલ પંડ્યા અને શ્રી એ.કે.બારીયા સહિતના જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓએ સંકલન કરી કામમાં ઝડપ વધારવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણની ગુણવત્તા અને બોર્ડમાં આવેલા પરિણામ અંગે સુચનો મેળવ્યા હતા. સરકારી અને ખાનગી પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં વિષય નિષ્ણાંત શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની ભરતી કરીને વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે કાંઇ કચાસ ન રાખવા અનુરોધ કર્યો હતો. શ્રી વસાવાએ આરોગ્યલક્ષી માળખાકિય સુવિધાઓમાં ગુણવત્તા જાળવવા પણ જણાવ્યું હતું. PHC-CHC ના મકાનો ઉપરાંત સ્ટાફ ક્વાર્ટરોમાં પણ ગુણવત્તા જળવાઇ તે જોવા જિલ્લા આરોગ્ય અધિકારીઓને સુચના આપી હતી અને આરોગ્યલક્ષી સરકારી સુવિધાઓ માટેના કાર્ડના રીન્યુઅલ માટે જે તે વ્યક્તિનો સંપર્ક કરી તેના કાર્ડ રીન્યુ સમયમર્યાદામાં થાય તે જોવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં નોકરી કરતા સરકારી કર્મચારીઓના પ્રશ્નો પર પણ ધ્યાન આપવા જણાવ્યું હતું. આ બાબતો પર શ્રી નિનામાએ જરૂરી ચર્ચા-વિચારણા કરી તેના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવા જે તે અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.આ બેઠકમાં શ્રી નિનામાએ બાકી તુમાર, સેન્સર, કર્મચારીઓની પ્રવરતા યાદી, બાકી પેન્શન કેસો, રેકર્ડ વર્ગીકરણ, ખાનગી અહેવાલ, કર્મચારી સામેની પ્રાથમિક તપાસ, ખાતાકિય તપાસના કેસો, નાગરિક અધિકારપત્રોના કેસો, બાકી કાગળો, બાકી લેણાં વસુલાત જેવી બાબતો ઉપરાંત વૃક્ષારોપણની સઘન કામગીરી વગેરે બાબતે સંબંધિત અમલીકરણ અધિકારીઓ-કર્મચારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

Related posts

ડોક્ટરોની હડતાળના પગલે જિલ્લા ક્લેક્ટરે આપી નોટીસ

editor

अखिल भारतीय विद्यार्थी परिषद के ६४वें राष्ट्रीय अधिवेशन स्थान का भूमि पूजन कार्यक्रम हुआ

aapnugujarat

રેલવેમાં સરક્યુલર સહિતની માહિતી ડિજિટલાઇઝ બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1