Aapnu Gujarat
ગુજરાત

લુણંગધામનો મેળો બે વર્ષ બાદ ચાર એપ્રિલે ધામધૂમથી ઉજવાશે : અખિલ કચ્છ ગણેશ સેવક સંઘે પ્રસંગને આખરી ઓપ આપવાની તૈયારી આદરી

મુન્દ્રા તાલુકામાં લુણી ખાતે લુણંગ ધામમાં બિરાજમાન મહેશ્વરી સમાજ ના આરાધ્ય ગણેશ દેવ ના ભવ્ય મેળા ને આખરી ઓપ આપવા અખિલ કચ્છ ગણેશ સેવક સંઘના કાર્યકરો એ તડામાર તૈયારી ઓ આદરી છે . ગત બે વર્ષ થી કોરોના કાળ ને કારણે સરકારી માર્ગદર્શિકા ના પાલન સાથે મુલત્વી રાખવામાં આવેલ ભાતીગળ મેળો હવે ચાર એપ્રીલ ના રોજ ધામધૂમ થી યોજાશે. મેળા ના આયોજનો અંગે માહિતગાર કરતાં સંસ્થા ના પ્રમુખ કિશોર પિંગોલે ચૈત્ર સુદ ત્રીજ ચાર એપ્રિલ થી શરુ થયેલ મેળો પાંચ એપ્રીલ ની સવારે વિવિધ ધાર્મિક વિધિઓ સાથે સંપન્ન કરવાનું જણાવી તે દરમ્યાન ગણેશ દેવ નું મહાઆરતી , દેવ દર્શન , ધાર્મિક જ્ઞાન કથન , સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ શિક્ષણ ક્ષેત્રે કાંઠુ કાઢનાર સમાજના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હોવા બાબત પ૨ પ્રકાશ પાડ્યો હતો . વિશેષમાં મંદિરના પૂજારી મગનભાઈ માતંગ તથા બચુભાઈ પિંગોલ દ્વારા ખાણી પીણીના સ્ટોલ ની વ્યવસ્થા ઉભી કરાઈ હોવા બાબત થી અવગત કરી કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના યુવા કાર્યકરો ની ટીમ જહેમત ઉઠાવી રહી હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

૩૭ દિવસથી દલિત આગેવાન ઉપવાસ પર : કોઇ જ ન ફરક્યું

aapnugujarat

कांग्रेस की सरकार सिर्फ भ्रष्टाचार में डुबी हुई थी : पियुष गोयल

aapnugujarat

ગુજરાતના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ હાઈએલર્ટ ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1