Aapnu Gujarat
મનોરંજન

બાફ્ટા એવોર્ડસની રેડ કાર્પેટ પર છવાઇ પ્રિયંકા ચોપડા

અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજકાલ લંડનમાં તેના ગ્લેમરસ લુકને લીધે છવાયેલી છે. બાફ્ટા એવોડ્‌ર્સ ૨૦૨૧માં પ્રિયંકા ચોપરા પ્રેઝેન્ટર તરીકે તેના પતિ નિક જોનસ સાથે પહોંચી હતી. આ દરમિયાન તેને ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.
પ્રિયંકાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.૭૪માં બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આટ્‌ર્સ એટલે કે બાફ્ટા એવોડ્‌ર્સની ગ્રાન્ડ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડા છવાયેલી જોવા મળી હતી. રવિવારે લંડનના રોયલ એલ્બર્ટ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમની રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે જોવા મળી હતી.રેડ કાર્પેટ પર પ્રિયંકા રેડ ઓપન જેકેટ સાથે વ્હાઇટ પેન્ટ્‌સમાં જોવા મળી હતી. તે પોતાની હેરસ્ટાઇલ સાથે સુંદર એક્સપેરિમેન્ટ કર્યું હતું. જે ખૂબ જ સારું લાગી રહ્યું હતું. જ્યારે નિક જોનસ બ્લેક ટક્સીડો અને બો ટાઇમાં રેડ કાર્પેટ પર નજરે પડ્યો હતો.બાફ્ટાની રેડ કાર્પેટ પર પણ બન્નેનું રોમાન્સ જોવા મળ્યું હતું. નિકે પત્ની પ્રિયંકાને કિસ કરી હતી. સાથે જ બન્ને એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળ્યા હતા. રેડ કાર્પેટ ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ લંડનમાં તેણે વિતાવેલા સમય અને આવનારી ફિલ્મ વિશે વાતચીત કરી હતી.

Related posts

પ્રભાસ અને શ્રદ્ધા કપુરની સાહોમાં અનેક કલાકારો

aapnugujarat

ટીઆરપીમાં નંબર વનની પોઝિશન પર કૌન બનેગા કરોડપતિ

aapnugujarat

નવી ડોન ફિલ્મમાં દિપિકા પાદુકોણ કામ કરનાર નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1