Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં જીવતો વીજ તાર તૂટતા:એક મહિલાનુ મોત

સુરત શહેરમાં અડાજણના ભાઠા ગામમાં જીઈબીનો જીવતો વીજતાર તૂટીને મહિલાના ગળામાં વીંટળાઈ જતાં શ્રમજીવી મહિલા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘરના વાડામાં કામ કરતી ભાવના નામની મહિલા ઉપર જીવંત વીજતાર પડતાં પતિ સહિતના લોકો જીવતી સળગતી હાલતમાં જોતા રહ્યા અને મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી હતી. જોકે ચાલુ વીજલાઈનને કારણે કોઈ બચાવી શક્યું ન હતું. ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૦-૨૫ વર્ષ જૂનો વીજતાર ૩-૪ વાર તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કનુભાઈ રાઠોડ (મૃતક મહિલાના પતિ)એ જણાવ્યું હતું કે મજૂરીકામ કરી ત્રણ-ત્રણ દીકરી સાથે પેટિયું ભરતા હતા. ભાવના આજે સવારે રોજિંદા કામકાજ માટે વાડામાં ગઈ હતી. અચાનક જીઈબીનોનો લટકતો જીવંત વીજતાર તેની ઉપર તૂટી પડ્યો હતો. ગળાના ભાગે લપેટાઈ જતાં જમીન પર જ જીવતી સળગી ગઈ હતી. અમે જોતા રહ્યા અને ભાવના બચાવો બચાવોની બૂમો પાડતી રહી, આખું ફળિયું ભેગું થઈ ગયું, પણ કોઈ ભાવનાને બચાવી ન શક્યું.
કનુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ૩૦ મિનિટ બાદ જીઈબી અને પોલીસ આવી હતી. એક કલાક બાદ ચાલુ વીજલાઇન બંધ કરાતાં ભાવનાનો સળગેલો મૃતદેહ બહાર કઢાયો હતો. ત્યાર બાદ પોલીસે ઇન્કવેસ્ટ ભર્યું અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

Related posts

વિદેશ-આર્થિક નીતિમાં આફ્રિકાને ઉચ્ચ પ્રાથમિકતા અપાઈ : સુષ્મા

aapnugujarat

વિરમગામ રાજમાર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી ભગવાન જગન્નાથની 35મી ભવ્ય રથયાત્રા,હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની.

aapnugujarat

ગુજરાત સરકારના કર્મચારીને ભેટ : મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1