Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત સરકારના કર્મચારીને ભેટ : મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો

છેલ્લાં ઘણાં લાંબા સમયથી ગુજરાત સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થુ વધારવા માટે માંગ કરી રહ્યાં હતા. ત્યારે આજે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. ૯.૬૧ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને બહુ મોટી ભેટ આપી છે.
ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીન પટેલે જાહેરાત કરી હતી કે, રાજયના તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવશે. જેમાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને બે ટકા મોંઘવારી ભથ્થુ વધારવામાં આવશે. જેનાથી લાખો કર્મચારીઓને લાભ થશે. તેમજ રીટાયર થયેલ પેન્શનરને પણ તેનો લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છેે જેમાંંમોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરાશે. ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીન પટેલે જણાવ્યું છે કે ગુજરાત સરકાર હસ્તકના કર્મચારીઓને લાભ મળશે. સરકારી કર્મચારીઓને હવે ૯ ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે. તો, રાજયના સાડા ચાર લાખથી વધુ પેન્શનર્સને આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે જયારે, રાજયના ૯,૬૧,૬૩૮ વર્તમાન કર્મચારીઓને પણ તેનો સીધો લાભ મળશે. એટલું જ નહી, મોંઘવારી ભથ્થાના આ લાભમાં તા.૧લી જુલાઈ,૨૦૧૮થી એરિયર્સ પણ આપવામાં આવશે. સરકારના નિર્ણયનો અમલ આવતીકાલથી લાગુ કરવામાં આવશે. કર્મચારીઓને એક સાથે રોકડમાં એરિયર્સ મળશે. માર્ચ મહિનાના પગારમાં એક સાથે એરિયર્સ મળશે. જેમાં રાજ્ય સરકાર પર વાર્ષિક રૂ.૭૭૧ કરોડ ભારણ વધશે. સરકારની આ મોટી જાહેરાતને પગલે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.

Related posts

મહેસાણામાં કવિ અનંત રણુંજ્યાન્વીના કાવ્યોદય પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

નર્મદા જિલ્લામાં વિવિધ કેન્દ્રો ખાતે યુરીયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ

aapnugujarat

તમામ જિલ્લામાં ચેરિટી તંત્રની નવી કચેરી બનશે : પ્રદીપસિંહ જાડેજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1