Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં વિવિધ કેન્દ્રો ખાતે યુરીયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ

નર્મદા જિલ્લામાં પુરતા પ્રમાણમાં વરસાદ થતા યુરીયા ખાતરની માંગ ઉભી થયેલ છે. ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે વિવિધ કંપનીના યુરીયા ખાતર જે તે વેચાણ કેન્દ્રો ખાતે મળી રહે છે. વિવિધ કંપનીના યુરીયા ખાતરમાં નાઇટ્રોજનની ટકાવારી એક સરખી હોવાથી ઉપલબ્ધ કંપનીના યુરીયા ખાતર ખરીદવા ખેડૂતોને જણાવવામાં આવે છે.

હાલ તા. ૧૫ મી, જુલાઇ, ૨૦૧૭ ની સ્થિતિએ રાજપીપલા ખાતે ગુજકોમાસોલ, એગ્રો બિજ સેન્ટર અને નાંદોદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, ભદામ ખાતે સહાકારી મંડળી, વાવડી ખાતે ગૃપ કો.ઓ. મંડળી, વરખડ ખાતે નર્મદા સેવા સહકારી મંડળી, લાછરસ ખાતે દુધ ઉત્પાદક સહકારી મંડળી,  નિકોલી ખાતે સરદાર સેવા સહકારી મંડળી,  પ્રતાપનગર ખાતે ગૃપ કો.ઓપ.મંડળી લિ. અને એગ્રો બીજ સેન્ટર, રાજુવાડીયા ખાતે ગૃપ કો.ઓ. મંડળી લિ., ધારીખેડા ખાતે ધી નર્મદા ફળ અને શાકભાજી ઉ.સે.સ.મં.લિ, સેલંબા ખાતે એગ્રો બિજ સેન્ટર, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને એગ્રો માર્ટ, દેડીયાપાડા ખાતે એગ્રો માર્ટ અને એગ્રો બિજ સેન્ટર, દેવલીયા ચોકડી ખાતે કૃષિ અને ગ્રામ વિકાસ મંડળ અને નર્મદા ગ્રાહક ભંડાર, સાવલી ખાતે જય માતાજી એગ્રો અને સેવા સહકારી મંડળી લિ. વગેરે કેન્દ્રો પર યુરીયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂત ભાઇઓએ જરૂરિયાત મુજબનું ખાતર ખરીદી કરવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ઢોરવાડામાં માત્ર એક વર્ષમાં ૧૨૮૮ ઢોરોના મોત થયા

aapnugujarat

ઝાડા ઉલ્ટીના ૯ દિવસમાં ૭૮ કેસ થયા

aapnugujarat

બોરસદમાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1