Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ રાજમાર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી ભગવાન જગન્નાથની 35મી ભવ્ય રથયાત્રા,હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની.

વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલ થી દર વર્ષની જેમ વર્ષે પણ આજે અષાઢી બીજના દિવસે 400થી વધુ વર્ષ પૌરાણિક રામ મહેલ મંદિરથી રવિવાર ના રોજ બપોર 12.39 કલાકે ભગવાન જગન્નાથજી ભાઇ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજી વિરમગામની ધરતી પર પરિક્રમા સ્વુરપે રથયાત્રા પ્રસ્થાન થઇ હતી રથયાત્રા માં હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની આ ભવ્ય રથયાત્રા માં જોડાઇ હતી.આ
રથયાત્રામાં સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ અનેક શ્રદ્ધાળુઓ જોડાયાં હતા.


સમગ્ર રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિર મા કોણ છે રાજા રણછોડ છે. વિવિઘ ગગનભેદી નાદ સાથે વિરમગામ શહેર જય જગન્નાથ ના રંગ મા રંગાયુ હતું. આ રથયાત્રા વિરમગામ શહેરનાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી કાસમપુરા,વખારફળી,સુથારફળી, વી.પી.રોડ ગોલવાડી દરવાજા, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ભરવાડી દરવાજા ,પાનચકલા, ચોક્સી બજાર, બોરડી બજાર, ટાવર થઇ સાંજે નિજ મંદિર પહોંચી હતી આ રથયાત્રા મા સાઘુ-સંતો,ભજન મંડળીઓ અગ્રણીઓ ,સહિત જયશ્રી રામ  બજરંગી અખાડા વિવિધ કરતબબાજો,ઉપરાંત રથયાત્રા રૂટ પર ઠેકઠેકાણે પાણી પરબ, નાસ્તા સહિત સેવા કેન્દ્રો સેવા આપી હતી. વિરમગામ રાજમાર્ગો પર ભગવાન જગન્નાથ ની રથયાત્રા નગરચર્યા કરી સાંજે નિજમંદિરે પરત ફરી હતી.


આ રથયાત્રા મા અગાઉ વિરમગામ શહેરમાં જિલ્લા આયોજન સહિત દ્વારા વિરમગામ ને જિલ્લા નો દરજ્જા ની માંગ સાથે આજરોજ વિરમગામ ની રથયાત્રા માં એક ટ્રેક્ટર મા વિવિધ બેનરો સાથે જાગૃતી માટેના અભિયાન કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરમાં નિકળનાર રથયાત્રા ને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની સાથોસાથ વિરમગામ શહેરમાં ના ઇતિહાસ મા અગાઉ વિરમગામ ટાઉન પોલીસ મથક ના પીઆઈ વી.બી. જાડેજા દ્વારા શહેરના વિવિઘ માર્ગો પર લગાવેલા સીસીટીવી ઉપયોગ કરવામા આવ્યો હતો જેમા શહેર ના ટાવર પાસે, ગોલવાડી દરવાજા,બસસ્ટેન્ડ રોડ,રેલવે સ્ટેશન રોડ,ભરવાડી દરવાજા એમ કુલ રથયાત્રા ના રૂટ પર આશરે 20 થી વઘુ સીસીટીવી કેમેરા થી એલઇડી સ્ક્રીન પર તમામ ગતિવિધિ ઓ પર વોચ રાખી મોનીટરીંગ કરવામા આવ્યું હતું. તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ત્યારે રથયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ ની નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતાં હોય છે. ત્યારે આ રથયાત્રા દરમિયાન વિરમગામ શહેરમાં રથયાત્રા ના રૂટ પર પોલીસ કર્મચારીઓ માટે સર્વ હિતાય ફાઉન્ડેશન દ્વારા ઠંડા વરીયાળી શરબત નું વિતરણ કરવામા આવ્યું આશરે 1200 થી વઘુ ઠંડા વરીયાળી શરબત ની બોટલો નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ સેવા યજ્ઞ માં સર્વ હિતાય ફાઉન્ડેશન ના હરિશભાઇ મચ્છર, મુર્તઝા પટેલ, નરેશદાન ગઢવી, અમિત સચ્ચદેવ, હાર્દિક પટેલ સહિત સેવાભાવી લોકો દ્વારા રથયાત્રા દરમિયાન પોલીસ કર્મચારીઓ ને ઠંડા વરીયાળી શરબત નુ વિતરણ કરવામાઆવ્યું હતુ.

Related posts

ગુજરાતમાં કરોડોનો છે પતંગ ઉદ્યોગ

aapnugujarat

૫૦૦૦ કરોડની ઉપજો ટેકાના ભાવે લેવાઈ : રૂપાણી

aapnugujarat

સુએઝ ફાર્મ પાસે ડમ્પરની ટક્કરથી બે યુવકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1