Aapnu Gujarat
ગુજરાત

આસામ ધારાસભ્યશ્રીઓની રોજગાર રીવ્યુ કમીટીએ નર્મદા ડેમની લીધેલી મુલાકાત

આસામ રાજ્યના ધારાસભ્યોશ્રીઓની રોજગાર રીવ્યુ કમીટી તા. ૨૦ થી ૨૫ જૂન, ૨૦૧૭ ના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યના જુદાજુદા વિસ્તારોની પ્રવાસ દરમિયાન ગઇકાલે તા. ૨૩ મી જૂન, ૨૦૧૭ ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે નર્મદા ડેમની મુલાકાત માટે આવી પહોંચી હતી. આ સમયે આસામ રોજગાર રીવ્યુ કમીટીના ચેરમેનશ્રી ઇમાનૌલ મોસાહરી, શ્રી રૂપક શર્મા, શ્રી અશોક શર્મા, શ્રી ચક્રધર ગોગાઇ, શ્રી ઉત્પલ દત્ત, શ્રી તપોનકર ગોગાઇ, શ્રી થાનેશ્વર બાસુમાતારી વગેરે ધારાસભ્યશ્રીઓની ટીમ તથા સિનીયર રીસર્ચ ઓફિસરશ્રી પ્રફુલ્લાનાથ, આંકડા વિભાગના ઇન્સપેક્ટરશ્રી ગોપાલ દાસ, રીપોર્ટરશ્રી નિકુંજા દાસ અને કમીટીના ચેરમેનશ્રીના અંગત મદદનીશશ્રી દિલીપસેનકર સિક્કા વગેરે કુલ ૧૧ વ્યક્તિઓની ટીમ રેવા ભવન ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. રેવા ભવનના કોન્ફરન્સ હોલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની લઘુ ફિલ્મ નિહાળી હતી અને સરદાર સરોવર ડેમના પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડેમના ઇજનેરશ્રી જોરાવીયાએ ડેમ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.

આસામ સરકારની રોજગાર રીવ્યુ ટીમે ત્યારબાદ ડેમ સાઇટ –  A Frame ની મુલાકાત લીધી હતી અને તેના બાંધકામ તથા દરવાજા વગેરેની બાબતોથી માહિતગાર થયા હતા. આ ટીમે ભૂગર્ભ ટનલમાં જઇ હાઇડ્રોપાવર સ્ટેશનની વિસ્તૃત માહિતી મેળવી હતી. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે  પાણી અને વીજળીની વહેંચણી અંગેની વિસ્તૃત માહિતી શ્રી જોરાવીયા પાસેથી મેળવી હતી. આ ટીમે મુખ્ય કેનાલ સાઇટ પર સરદાર સરોવર હાઇડ્રો ઇલેક્ટ્રીક પાવર મથકની મુલાકાત લઇ કેનાલમાંથી જતા પાણીના પ્રવાહથી પણ વિજળી મેળવવા અંગે માહિતગાર થયા હતા. ત્યારબાદ મુખ્ય કેનાલની મુલાકાત લઇ કચ્છ સુધી પાણી પહોંચાડવાના ગુજરાત સરકારના કામના વખાણ કર્યા હતા.

રોજગાર રીવ્યુ કમીટીના ચેરમેનશ્રી ઇમાનૌલ મોસાહરીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ ઝડપથી થઇ રહ્યોં છે. હાલના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતમાં ઘણા વિકાસના કામો થયા છે. તેનાથી ઘણો વિકાસ થયો છે. ગુજરાતના પ્રવાસથી તેમણે ખુશી વ્યક્ત કરી હતી. નર્મદા ડેમ વગેરેની મુલાકાત સમયે નર્મદા જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.આર. પટેલે લાઇઝન અધિકારી તરીકે સાથે રહ્યાં હતા. જ્યારે ડેમના ઉચ્ચ અધિકારીશ્રી વ્યાસ, શ્રી ગરાસીયા, શ્રી જોરાવીયા વગેરે સાથે રહી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

Related posts

બિલ્ડરો દ્વારા પૈસા ન ચૂકવાતા ત્રાસથી કોન્ટ્રાકટરનો આપઘાત

aapnugujarat

બોપલમાં ફૂટ્યો ‘કોરોના બોમ્બ’

editor

રાજ્યમાં વેરઝેર ફેલાવવાના ષડયંત્રમાં કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1