Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં કરોડોનો છે પતંગ ઉદ્યોગ

ગુજરાતમાં સદીઓ જૂની પરંપરા છે કે ઉતરાયણના દિવસે આકાશમાં પતંગ ચગાવવામાં આવે છે. જોકે ભલે એક દિવસનો તહેવાર હોય પરંતુ તેનાથી હજારો લોકોને આખુ વર્ષ રોજગાર મળે છે અને આજે ગુજરાતનો પતંગ ઉદ્યોગ વાર્ષિક ૧૨૦૦ થી ૧૫૦૦ કરોડ રૂપિયાનો થઇ ગયો છે. મોટી-મોટી કંપનીઓ દ્વારા પણ પતંગનું માર્કેટિંગ કરાય છે ગુજરાતમાં રોજગાર આપવાના મામલે પતંગ એક મોટું માધ્યમ બની ગયો છે. સવારથી માંડીને મોડી રાત સુધી ગીત સંગીત સાથે ઉતરાયણનો પર્વ પતંગ સાથે ઉજવવામાં આવે છે.વર્ષો જૂની પરંપરા છે અને આજે તો સ્થિતિ એવી છે કે મારૂતિ, અલ્ટ્રાટેક સીમેંટ, કોમંડલ, સાંધી સીમેંટ જેવી કંપનીઓ પતંગને માધ્યમ બનાવીને માર્કેટિંગ દ્વારા ગ્રાહકોને પોતાની સાથે જોડી રહ્યા છે. આ કંપનીઓને હજારોની સંખ્યામાં પોતાના લોગોવાળી પતંગ બજારમાં ઉતારી છે.
સાંઘી ઈંડસ્ટ્રીઝના વાઇઝ પ્રેસિંડેટ શૈલેશ ઝાએ જણાવ્યું હતું કે ’જ્યારથી અમારી કંપની શરૂ થઇ છે ત્યારથી અમે પતંગ દ્વારા માર્કેટિંગ કરી રહ્યા છે અને આ વખતે ડિજિટલ કોન્ટેસ્ટ દ્વારા પતંગ આપવામાં આવી રહ્યા છે. દરેક નાની મોટી કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે અને નવા ગ્રાહકોને જોડવા માટે પોતાના લોગોવાળી પતંગ ફ્રીમાં આપે છે અને તેના લીધે ફક્ત એક દિવસના તહેવાર માટે ૧૦ મહિના સુધી પતંગ બનાવવાનું કામ ચાલે છે.પતંગ બનાવવાનો બિઝનેસ સંપૂર્ણપણે ઉદ્યોગ પર આધારિત છે.
એકલા અમદાવાદમાં ૩૫૦૦૦ મુસ્લિમ પરિવાર આખુ વર્ષ પતંગ બનાવીને કમાણી કરે છે. આજે ગુજરાતનો વાર્ષિક પતંગનો બિઝનેસ ૧૨૦૦ થી ૧૫૦૦ કરોડને પાર કરી ગયો છે. બિઝનેસ રોજગારની સાથે સામાજિક સમરસતાનું પ્રતિક પણ બની ગયો છે પતંગનો તહેવાર. નરેંદ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આજ સુધી મકરસંક્રાંતિના ૧૦ દિવસ પહેલાં ’ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ’ શરૂ થઇ જાય છે. આ વખતે ૪૫ દેશોના પતંગબાજ આવ્યા છે, જે અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં કાઇટ ફેસ્ટિવલમાં જાય છે. પતંગ ગુજરાતની ઓળખ બની ગયો છે અને રોજગારનું ઉત્તમ માધ્યમ પણ છે. આ વખતે મોદી, રાહુલ ગાંધી, સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના ફોટો સાથે પણ પતંગ બનાવામાં આવી રહ્યા છે. પતંગ બનાવનાર મંસૂરભાઇએ જણાવ્યું હતું કે ગત ૪૫ વર્ષોથી પતંગ બનાવી રહ્યો છું. એકલા અમદાવાદમાં ૩૫૦૦૦ મુસ્લિમ પરિવાર આખુ વર્ષ પતંગ બનાવે છે. દર વર્ષે ગુજરાતનો પતંગનો બિઝને ૧૫% થી ૨૦%ના દરે વધે છે. અત્યારે અમદાવાદમાં ૩૫૦૦૦ અને આખા ગુજરાતમાં લગભગ એક લાખ લોકોથી વધુ પરિવાર પતંગના બિઝનેસથી પોતાનું ઘર ચલાવે છે.

Related posts

सामबोरा में मेघाणीनगर के जवान कुसवाह शहिद हुए

aapnugujarat

વિરમગામમા નીકળનાર રથયાત્રાના આયોજન માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામા શાંતિ સમિતિની બેઠક યોજાઇ

aapnugujarat

કોટડી ખાતે ફી મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1