Aapnu Gujarat
રમતગમત

મેરી કોમે મેળવી મોટી સિદ્ધિ, બની ગઈ દુનિયાની નંબર વન બોક્સર

૬ વખત વર્લ્ડ ચેમ્પિયન બનનારી ભારતીય બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન (એઆઈબીએ)ની વર્લ્ડ રેન્કિંગમાં નંબર-૧ના સ્થાન ઉપર પહોંચી ગઈ છે. ભારતની આ ટોચની બોક્સરે ગત વર્ષે નવેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૪૮ કિગ્રામાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. મેરી કોમ ૪૮ કિગ્રામાં દુનિયાની નંબર વન બોક્સર બની ગઈ છે પણ ઓલિમ્પિકમાં હાલ આ વર્ગનો સમાવેશ કરાયો નથી. આ સંજોગોમાં તેણે લંડન ઓલિમ્પિક્સની જેમ આ વખતે પણ ૫૧ કિગ્રામાં ઉતરવું પડશે.
મેરી કોમ વર્લ્ડ ચેમ્પિયનશિપની સૌથી સફળ બોક્સર બની હતી. એઆઈબીએના અપડેટ થયેલા રેન્કિંગમાં ૧૭૦૦ પોઇન્ટ સાથે મેરીકોમ ૪૮ કિગ્રા વર્ગમાં ટોચના સ્થાને છે.
કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ મેરીકોમ માટે ગત વર્ષ જેટલું શાનદાર રહ્યું હતું તો આ વર્ષ પડકારથી ભરેલું છે. આ વર્ષે મેરી કોમ માટે સૌથી મોટો પડકાર ૨૦૨૦ ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો છે.અન્ય ભારતીયોમાં પિંકી જાંગડા ૫૧ કિલો કેટેગરીમાં આઠમા સ્થાને છે. એશિયાની સિલ્વર મેડલિસ્ટ મનીષા માઉન ૫૪ કિલો કેટેગરીમાં આઠમા ક્રમે છે. વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી સોનિયા લાઠેર ૫૭ કિલોની કેટેગરીમાં બીજા ક્રમે, બ્રોન્ઝ મેડલ વિનર સિમરનજીત કૌર (૬૪ કિલો કેટેગરી) હાલમાં જ રાષ્ટ્રીય ચેમ્પિયન બની. સિમરનજીત કૌર આ કેટેગરીમાં ચોથા સ્થાને છે. જ્યારે પૂર્વ વિશ્વ ચેમ્પિયન એલ સરિતા દેવી ૧૬મા સ્થાને છે.

Related posts

माराडोना कभी मर नहीं सकते : मेसी

editor

યુએઇમાં રમાશે ટી-૨૦ વર્લ્ડકપ

editor

सीएसी की आज बैठक  होगी : शास्त्री रेस में आगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1