Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતમાંથી કપાસ-ખાંડની આયાત કરવાનો નિર્ણય ઇમરાન સરકારે પરત ખેંચ્યો

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે પોતાના દેશમાંથી થઈ રહેલા વિરોધની આગળ ઝુકતા ભારતથી કપાસ અને ખાંડની આયાત કરવાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. પાકિસ્તાની મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે ઇમરાન ખાનની કેબિનેટે ભારતથી કપાસ અને ખાંડ આયાત કરવાના કેબિનેટ આર્થિક સમન્વય સમિતિના નિર્ણયને ફગાવી દીધો છે. ભારતથી કપાસ મંગાવવાની કપડા ઉદ્યોગ માંગ કરી રહ્યું છે. તો કટ્ટરપંથી આ વાત માટે ઇમરાન ખાન સરકારની ટીકા કરી રહ્યા હતા, કે તેઓ કાશ્મીરમાં બદલાવ વગર જ ભારતની સામે ઝુકી ગયા.
ગુરૂવારના પાકિસ્તાની કેબિનેટના નિર્ણયમાં કપાસની આયાતના નિર્ણય પર રોક લગાવવાનો નિર્ણય થયો. આ પહેલા પાકિસ્તાનની કેબિનેટ આર્થિક સમન્વય સમિતિએ બુધવારના ભારતની સાથે વ્યપાર ફરીથી શરૂ કરવાને મંજૂરી આપી હતી. સમિતિએ કહ્યું હતુ કે, પાકિસ્તાન ૩૦ જૂન ૨૦૨૧થી ભારતથી કૉટન આયાત કરશે. પાકિસ્તાન સરકારે ખાનગી ક્ષેત્રને ભારતથી ખાંડ ખરીદવાની પણ મંજૂરી આપી હતી. પાકિસ્તાને વર્ષ ૨૦૧૬માં ભારતથી કૉટન અને અન્ય કૃષિ પ્રોડક્ટ્‌સની આયાત પર રોક લગાવી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનમાં ખાંડની વધતી કિંમતો અને સંકટોથી ઝઝુમી રહેલા કાપડ ઉદ્યોગને બચાવવા માટે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભારતની સાથે વ્યાપારની ફરીથી શરૂઆત કરવાને મંજૂરી આપી હતી. બંને દેશોમાં તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે આ પાકિસ્તાનનો ભારતની સાથે સંબંધો સુધારવાની દિશામાં પહેલો મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો હતો. કપાસની ઉણપના કારણે પાકિસ્તાની કાપડ ઉદ્યોગને ભારે સકંટનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

જ્યોર્જિયામાં હાઈવે પર કારની ટક્કર વાગતા ૩૬ વર્ષના ગુજરાતી યુવકનું મોત

aapnugujarat

सुरक्षा परिषद में भारत-ब्रिटेन ने आतंकवाद के खिलाफ लड़ाई और बहुराष्ट्रीय मुद्दों पर की चर्चा

editor

स्पेस एक्स के जरिए नासा के दो अंतरिक्ष यात्री 63 दिन बाद पृथ्वी पर लौटे

editor

Leave a Comment

UA-96247877-1