Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકારનો યુટર્ન,બચત યોજનાઓ પર વ્યાજદર યથાવત્‌ રહેશે

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ અને ફિક્સ ડિપોઝિટ સહિત અન્ય નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય મોદી સરકારે થોડા કલાકો બાદ જ પરત ખેંચી લીધો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ટ્‌વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, ભારત સરકાર નાની બચત યોજના પર જૂના વ્યાજ દરો યથાવત રહશે. એટલે કે, માર્ચ ૨૦૨૧ના વ્યાજ દરો ભવિષ્યમાં પણ મળતા રહેશે. અગાઉ જાહેર કરવામાં આવેલા આદેશ પરત લેવામાં આવશે.
અગાઉ સરકારે બુધવારે પીપીએફ, એનએસસી સહિત અન્ય નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ૧.૧ ટકા સુધીનો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. આ ઘટાડો ૧ એપ્રિલથી શરૂ થઈને ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક માટે કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયના પરિપત્ર મુજબ, પીપીએફ પર વ્યાજ ૦.૭ ટકા ઘટાડીને ૬.૪ ટકા, જ્યારે એનએસસી પર ૦.૯ ટકા ઘટાડીને ૫.૯ ટકા કરી દેવામાં આવ્યું હતું. જો કે હવે આ નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે.
આ સિવાય સુકન્યા સમૃદ્ધિ યોજના લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય સ્કીમ છે. આ યોજના પર મળનારા વ્યાજને સરકારે ૭.૬ ટકાથી ઘટાડીને ૬.૯ ટકા કરી દીધો હતો. જે હવે પહેલાની જેમ જ યથાવત રહેશે.
કેન્દ્ર સરકારના વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણયથી કિસાન વિકાસ પત્ર પર બેવડો માર પડ્યો હતો. કેવીપીના વ્યાજદરમાં કાપ મૂકવા સાથે જ તેની મુદ્દત ૧૨૪ મહિનાથી વધારીને ૧૩૮ મહિના કરી દેવામાં આવી હતી. જો કે હવે તે પહેલાની જેમ જ રહેશે. ખેડૂતો આ યોજનથી સારુ વ્યાજ મેળવી રહ્યાં છે.
સરકારે ગયા વર્ષે ૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ જ નાની બચત યોજના પર મળતાં વ્યાજમાં ઘટાડો કર્યો હતો. ત્યારે તેમના વ્યાજદરમાં ૧.૪૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારપછી ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પણ વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ તે પરત લેવો પડ્યો હતો.

Related posts

चाईबासा मामले में पूर्व सीएम लालू यादव को मिली जमानत, लेकिन जेल से नहीं रिहाई

editor

દેશમાં કોવિડ-૧૯નાં નવા ૧૭૩૬૬ કેસ નોંધાયા

aapnugujarat

સીબીઆઇ લાંચ કેસમાં અધિકારીઓની બદલીનો ખેલ ખેલાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1