Aapnu Gujarat
ગુજરાત

વિસનગર ખાતે સમથૅ ડાયમંડ હીરાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી

વિસનગરથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, શહેરની મધ્યમાં આવેલ સમર્થ ડાયમંડ નામની હીરાની ફેકટરીમાં ધૂળેટીની રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ચારે બાજુ અફરાતફરી મચી જવા પામી હતી. આગના સમાચાર મળતાં જ વિસનગર નગરપાલિકાના બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. વિસનગર નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ તેમજ કૉર્પોરેટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહેસાણા તથા ઉંઝાથી ફાયરબ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વિસનગરમાં સમર્થ ડાયમંડ જવેલરી અને હીરાનો વ્યવસાય કરે છે.વિસનગરની આ સૌથી મોટી ડાયમંડ કંપની છે. આ ફેક્ટરીમાં દિવસ અને રાત દરમિયાન ત્રણ શીફટમાં હીરાના કારીગરો તેમજ કમૅચારીઓ મોટી સંખ્યામાં કામ કરે છે. સમથૅ ડાયમંડની આગના સમાચાર સમગ્ર વિસનગરમાં વાયુવેગે ફેલાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો. ઉપરાંત પોલીસ પ્રશાસનને ભારે જહેમત ઉઠાવી સમગ્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ શોટૅ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.હોળી-ધૂળેટીની રજા હોવાથી કોઈ મોટી જાનહાની થઇ નથી પરંતુ ફેક્ટરીની સાધન સામગ્રી તેમજ માલસામાન આગમાં સંપૂર્ણપણે બળી જતાં ફેક્ટરી માલિકને આર્થિકસ્તરે મોટું નૂકશાન થયું હોવાનું અનુમાન છે.

Related posts

તીથલ બીચ પર ૧૫ ફૂટ ઉંચા ઉછળેલા મોજાઓએ મંદિરની દિવાલ તોડી નાંખી

aapnugujarat

કચ્છ અને બગોદરાના બે અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યાં મોત

aapnugujarat

ભાજપની 13 ઉમેદવારો સાથે 5મી યાદી જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1