Aapnu Gujarat
રાષ્ટ્રીય

‘ચૂંટણીના કારણે સરકારે પેટ્રોલ-ડીઝલ ૧૭/૧૮ પૈસા સસ્તા કર્યા : રાહુલ ગાંધી

ચાલુ વર્ષ દરમિયાન પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો અને મોંઘવારીને લઈ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરતા આવ્યા છે. હાલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટાડાને પગલે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ૧૮ પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ૧૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડાને લઈને પણ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કરવામાં આવેલા ઘટાડાને વિધાનસભા ચૂંટણી સાથે સાંકળી લીધો છે.
રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ચૂંટણીના કારણે ઘટાડો કર્યો છે. તેમણે ટ્‌વીટમાં લખ્યું હતું કે, ’ચૂંટણીના કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ ૧૭/૧૮ પૈસા પ્રતિ લીટર સસ્તા કર્યા છે. બચતની આ ધનરાશિથી તમે શું-શું કરશો?’
રાહુલ ગાંધીએ અગાઉ મોંઘવારી અને ભાવવધારાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તે સમયે તેમણે લખ્યું હતું કે, ’કેન્દ્ર સરકારની બંને હાથ વડે ધોળાદિવસે લૂંટ.. ગેસ-ડીઝલ-પેટ્રોલ પર ભારે કરની વસૂલી.’
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડની કિંમતોમાં નરમાશ વચ્ચે ૨૪ માર્ચના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો. તેના પહેલા સતત ૨૪ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી હતી. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ૨૭ ફેબ્રુઆરીના રોજ અંતિમ ફેરફાર થયો હતો.
આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પહેલી વખત ઘટાડો નોંધાયો છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં પેટ્રોલનો ભાવ રૂ. ૨૧.૫૮ પ્રતિ લીટર સુધી વધ્યો છે. જ્યારે તે દરમિયાન ડીઝલનો ભાવ પ્રતિ લીટર દીઠ ૧૯.૧૮ રૂપિયા જેટલો વધ્યો છે.

Related posts

રાજ્યસભામાં ભાજપ વધારે મજબુત : ૧૧ સીટ વધી ગઈ

aapnugujarat

ટિ્‌વટરને મોદી સરકારનું અલ્ટિમેટમ : વાંધાજનક પોસ્ટ હટાવો નહીં તો કાર્યવાહી

aapnugujarat

પીએફ કન્ટ્રીબ્યુશનને ઘટાડી ટેકહોમ સેલેરી વધારવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1