Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયાએ પરમાણું સબમરિન્સનું પરિક્ષણ કર્યું

અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ આર્કટિક્સ વિસ્તારમાં પોતાની સૈન્ય હાજરી વધારે લોખંડી બનાવી દીધી છે. તાજેતરમાં જ રશિયાએ આર્કટિક વિસ્તારમાં એક સૈન્ય અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં રશિયાની નેવીએ પોતાની તાકાતનો પરચો કરાવતા દુનિયા આખીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રશિયાની ત્રણ મહાવિનાશક પરમાણું સબમરિન્સ એક જ સાથે બરફ ચીનીને બહાર આવી હતી. જેનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો ભલભલા દુશ્મન થથરી જાય તેવો હતો.
આર્કટિકમાં બરફથી ઢંકાયેલા વિસ્તારમાંથી રશિયાની ત્રણેય સબમરિનો એક જ સાથે ૩ સબમરિનઓ બરફની ચાદર ચીરીને બહાર નિકળી પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો. આ વીડિયો જોઈ દુનિયામાં દહેશતનો માહોલ ઉભો થયો હતો.
રશિયન નૌસેનાના કમાંડર ઈન ચીફ એડમિરલ નિકોલોઈ ઈવમેનોવે રશિયાઈ આર્મ્ડ ફોર્સેઝના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેના વિશે જાણકારી આપતા કહ્યુ હતું કે, ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યુ છે, જ્યારે એક સાથે ત્રણ ન્યૂક્લિયર પોવર્ડ મિસાઈલ કૈરિયર સબમરિન બરફની ચાદર ચીરીને ઉપર આવી હોય. અગાઉ પણ આ વિસ્તારમાં સબમરિનઓની ચહલપહલ તો રહી હતી, પણ આવો નજારો ક્યારેય જોવા મળ્યો નહોતો.
૨૬ માર્ચે રશિયાના રક્ષા મંત્રાલયે આ ઘટનાનો એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં આર્કટિક વિસ્તારમાં પોતાના નૌસૈનિકો યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, એક સાથે ત્રણ પરમાણુ સબમરિનઓનું આર્કટિકની બહાર આવવું એ અભ્યાસનો એક ભાગ છે. જો કે, રશિયાના રક્ષા મંત્રાલયે એ વાતનો ખુલાસો નથી કર્યો કે, યુદ્ધાભ્યાસમાં કેવા પ્રકારની સબમરિનઓ ભાગ લઈ રહી છે.

Related posts

સિરિયામાં કેમિકલ હુમલામાં ૭૦થી પણ વધુના મોત થયા

aapnugujarat

अमेरिका के कैपिटल हिल में ट्रंप समर्थकों का हंगामा, हिंसक प्रदर्शन में 4 की मौत

editor

कोरोना की चमत्कारी दवा को लेकर WHO ने चेताया

editor

Leave a Comment

UA-96247877-1