Aapnu Gujarat
ગુજરાત

હોળી- ધુળેટીના પર્વે અંબાજી મંદિરના દ્વાર રાબેતા મુજબ ખુલ્લા રહેશે

સમગ્ર મંદિર પરિસરમાં એકલ દોકલ યાત્રિકો જોવા મળી રહ્યાં છે. જોકે ફાગણસુદ પૂર્ણિમાને હોળી ધુળેટીના પર્વમાં અંબાજી મંદિર બંધ નહીં રહે અને રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે તે માટે મંદિરના દ્વાર ખુલ્લાં રહેશે પણ શ્રદ્ધાળુઓએ કોરોના ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મંદિરમાં દર્શન માટે પહોંચવાનું રહેશે.
હોળીના દિવસે અંબાજીમાં હોલિકા દહન સાંજના ૬.૩૦ કલાકે કરવામાં આવશે અને મંદિરમાં સાંજની ૬.૩૦ કલાકે થતી સાંયકાલ આરતી હોલિકા દહન બાદ જ કરવામાં આવશે. જે નિયત સમય કરતા મોડી થશે પણ સવારની મંગળા આરતી ૬.૦૦ કલાકે કરવામાં આવશે. જ્યારે હોળી બાદ બીજા દિવસે ધુળેટીના દિવસે અંબાજી મંદિરમાં ફૂલો દ્વારા રમાતી ફૂલ ડોલ હોળી સરકારની ગાઇડલાઇન પ્રમાણે મુલતવી રાખવામાં આવી છે પણ શ્રદ્ધાળુ મંદિરમાં નિયમો અનુસાર માતાજીના દર્શનનો લાભ લઈ શકશે.

Related posts

ગુજરાત : એએપી, બસપ કરતા તો નોટાને વધુ મતો

aapnugujarat

ભાવનગરમાંથી પિસ્ટલ-કાર્ટીસ સાથે ત્રણ ઝડપાયા

editor

બસ ડેપો, બેન્કો, શાક માર્કેટ અને મુખ્ય બજારમાં વિદ્યાર્થીઓએ“વોટ નર્મદા” નાં સ્ટીકર્સ ચોંટાડીને ગુંજતો કર્યો અચૂક મતદાનનો સંદેશો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1