Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત : એએપી, બસપ કરતા તો નોટાને વધુ મતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારો દ્વારા નોટા અથવા તો કોઇ ઉમેદવાર પસંદ નથી તેવા વિકલ્પ ધરાવતા બટનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. આંકડા પરથી આ મુજબની સાબિતી મળી જાય છે. ઇવીએમ પર આ બટન દબાવનાર આંગળીની સંખ્યા આમ આદમી પાર્ટી, એનસીપી અને બહુજન સમાજ પાર્ટીને મળેલા વોટ કરતા વધારે રહી છે. ઇવીએમમાં નોટા મારફતે મતદારો તેમની એવી ભાવના દર્શાવે છે કે ચૂંટણી મેદાનમાં ઉતારી દેવામાં આવેલા ઉમેદવાર પૈકી કોઇ ઉમેદવાર તેમને પસંદ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૫૫૧૨૯૪ મતદારો દ્વારા નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી વેળા નોટાનો વિકલ્પ ન હતો. આવી સ્થિતીમાં સરખામણી કરવા માટે વર્ષ ૨૦૧૪ની કેન્દ્રિય ચૂંટણીને ધ્યાનમાં લઇ શકાય છે. એ ચૂંટણીમાં ગુજરાતના ૪.૨ લાખ મતદારો દ્વારા નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં નોટાની મત હિસ્સેદારી ૧.૮ ટકા રહી હતી. જો એક વિધાનસભા ચૂંટણીની દ્રષ્ટિએ અસામાન્ય બાબત નથી. ચૂંટણી પંચના આંકડા મુજબ નોટાના કુલ મત ૦.૮ અને ત્રણ ટકા વચ્ચે રહી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કુલ ૨૯ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યાં પાર્ટીને માત્ર ૨૯ હજાર ૫૧૭ મત મળ્યા છે. ત્યારે ૨૯ સીટ પૈકી ૭૫ હજાર ૮૮૦ લોકોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. નોટાના વિકલ્પની પસંદગી કરનારની સંખ્યા ૨.૫ ટકા રહી હતી. ગુજરાતમાં નોટાનુ મહત્વ વધી જાય છે. કારણ કે કેટલાક ઉમેદવારો તો ખુબ નહીવત મતથી જીત્યા છે. કપરાડામાં જીતુભાઇ ચૌધરીએ ભાજપના મધુભાઇ રાઉતને ૧૭૦ મતે હાર આપી છે. અહીં નોટામાં ૪૮૬૮ મત પડ્યા છે. ગુજરાતમાં ભાજપના વિરોધમાં સત્તા લહેર હતી પરંતુ તમામ જાણકાર લોકો કહે છે કે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણરીતે આનો લાભ ઉઠાવી શકી નથી.

Related posts

રાજ્યમાં વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવા નિર્ણય

aapnugujarat

પંચમહાલના નવનિયુક્ત કલેક્ટર સુજલ મયાત્રાએ પદ ગ્રહણ કર્યું

editor

અમદાવાદ પોલીસની મહિલા અપરાધ શાખાએ જ્યારે પ્રભાસનો જન્મદિવસ ઉજવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1