Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરનાં શોપિયન જિલ્લામાં ઓપરેશન ઓલઆઉટ : બે ત્રાસવાદીઓને ઠાર કરાયા

જમ્મુ કાશ્મીરના શોપિયન જિલ્લામાં એક ભીષણ અથડામણમાં સુરક્ષા દળોએ જેશના બે ત્રાસવાદીઓને મોતનો ઘાટ ઉતારી દીધા છે. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ અથડામણને લઇને આસપાસના વિસ્તારોમાં પણ ઉત્તેજના રહી હતી. અથડામણમાં એક જવાન ઘાયલ થયો હોવાના હેવાલ મળ્યા છે. શોપિયન જિલ્લાના બટમુરાન ગામમાં એક ઘરમાં ત્રાસવાદીઓ છુપાયેલા છે તેવી બાતમી મળ્યા બાદ સેના અને અન્ય સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યુ હતુ. સુચના મળ્યા બાદ સેના, સીઆરપીએફ અને જમ્મુકાશ્મીર પોલીસે ઓપરેશન હાથ ધર્યુ હતુ. ખતરો નિહાળ્યા બાદ છુપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જો કે સામ સામે અથડામણ દરમિયાન બન્ને ત્રાસવાદીઓ ઠાર થયા હતા. જમ્મુકાશ્મીર પોલીસના અધિકારી મુનીર ખાને કહ્યુ છે કે બન્ને ત્રાસવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. જમ્મુકાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના હેતુથી ઓપરેશન ઓલઆઉટ હાથ ધરવામાં આવ્યુ છે. ઓપરેશન ઓલઆઉટમાં હજુ સુધી વર્ષ ૨૦૧૭માં ૨૦૦થી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે. ગયા વર્ષે સુરક્ષા દળોની કાર્યવાહીમાં ૧૬૫ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે ત્રાસવાદી ઘટનામાં શહીદ થયેલા સુરક્ષા દળોના જવાનોની સંખ્યા ૭૭ નોંધાઇ ગઇ છે. જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક એસપી વૈધે કહ્યુ છે કે વર્ષ ૨૦૧૮માં પણ કેટલાક નવા પડકારો રહી શકે છે. જો કે સ્થિતી હવે ધીમે ધીમે સામાન્ય બની રહી છે. ત્રાસવાદીઓને ખદેડી મુકવા માટે ઓપરેશન જારી રહ્યુ છે. જમ્મુકાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. અલગતાવાદીઓ સામે સકંજો મજબુત કરાયો છે.

Related posts

भारत की पाक के खिलाफ बड़ी कार्रवाई, 8 आतंकी ढेर, 2 लॉन्चिंग पैड तबाह

editor

तलाक के मामले में सुप्रीम का एक और अहम फैसला

aapnugujarat

UN में बोले इमरान : वैश्विक मंच पर पाक का ‘मिशन कश्मीर’ नाकाम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1