Aapnu Gujarat
ગુજરાત

બસ ડેપો, બેન્કો, શાક માર્કેટ અને મુખ્ય બજારમાં વિદ્યાર્થીઓએ“વોટ નર્મદા” નાં સ્ટીકર્સ ચોંટાડીને ગુંજતો કર્યો અચૂક મતદાનનો સંદેશો

નર્મદા જિલ્લામાં તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ નાં રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં થનારાં મતદાનમાં જિલ્લાનાં તમામ મતદારો મહત્તમ સંખ્યામાં ભાગ લે અને વધુ મતદાન દ્વારા વોટર્સ ટર્નઆઉટ રેશીયાનો ગ્રાફ ઉંચો લઇ જવાનાં આશયથી ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાની રાહબરી હેઠળ આજે રાજપીપલા ખાતે સ્વીપ અંતર્ગત યોજાયેલી માનવ સાંકળ અને મતદાર જાગૃત્તિ રેલીને નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયાએ ગાંધી સર્કલ ખાતેથી રાહદારીને મતદાર જાગૃત્તિનું સ્ટીકર્સ લગાવીને પ્રારંભ કરાવ્યો હતો.     

સ્વીપનાં નોડલ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નીપાબેન પટેલ, પ્રાયોજના વહિવટદારશ્રી અને પોસ્ટલ બેલેટનાં નોડલ અધિકારીશ્રી વી.બી. બારીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, નાયબ માહિતી નિયામકશ્રી અને મિડીયા નોડલ અધિકારીશ્રી યાકુબ ગાદીવાલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને ચૂંટણી તાલીમ વ્યવસ્થાપનનાં  નોડલ અધિકારીશ્રી  ડી.બી. બારીયા તેમજ રાજપીપલાની પી.ટી.સી. કોલેજની વિદ્યાર્થીનીઓ અને બી.એડ. કોલેજનાં વિદ્યાર્થીઓ, શહેરની માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકોની રચાયાં બાદ તે આ માનવ સાંકળ રેલીનાં સ્વરૂપમાં ગાંધી સર્કલથી આગળ વધીને સંતોષ ચોકડી થઇ, સફેદ ટાવર સુધી મતદાર જાગૃત્તિનાં બેનર્સ-પ્લેકાર્ડ સાથે મતદારોને તેમનાં કિમતી મતની અગત્યતા સાથે તા. ૯ મી ડિસેમ્બરે તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો.

“મતદાર જાગૃત્તિ રેલીમાં મારો મત – મારી સરકાર”, “૧૮ વર્ષે છોડો બાળપણ – બતાવો હવે શાણપણ”, “છે આ સૌની જવાબદારી – મત આપે સૌ નરનારી”, “મત આપણો અધિકાર – બદલામાં ન લો કોઇ ઉપહાર”, આ નિશાન મારૂં છે – મારી તાકાત મારો મત, “જો કરીશું મતાધિકારનું જતન તો જ થશે – ઝંઝાવાતોનું પતન”, “વોટ હમારા હૈ અનમોલ – કભી ન લેંગે ઇસકા મોલ”, “સાક્ષર-નિરક્ષર સૌ સમાન –મતદારને છે શત્ શત્ પ્રણામ ”, “ ઇવીએમ મશીનનો પોકાર ઉપયોગ કરો મતાધિકાર”, એક વોટ સે હોતી હૈ જીત-હાર – વોટ ન હો કોઇ બેકારવગેરે જેવા બેનર્સ-પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો. ત્યારબાદ આ રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સફેદ ટાવરથી જુદા જુદા જુથમાં વહેંચાઇને શહેરનાં બસ ડેપો, મુખ્ય શાક બજાર, બેંકો અને મુખ્ય બજારનાં દુકાનોમાં પહોંચીને પ્રજાજનોને વોટ નર્મદાનાં મોટી સ્ટીકર્સ લગાડ્યા હતાં અને તા. ૯ મી ડિસેમ્બરે તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો તેવી જ રીતે આજે દેડીયાપાડા ખાતે પણ હાટ બજાર, બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર, માર્કેટમાં પ્રાથમિક શિક્ષકોનાં માધ્યમથી પ્રજાજનોને સ્ટીકર્સ ચોંટાડીને વોટ નર્મદામાટે અપીલ કરાઇ હતી.

Related posts

नारणपुरा की बैंक ऑफ बडौदा में बुजुर्ग के साथ धोखाधड़ी

aapnugujarat

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘નેચરોપથી – સ્વસ્થ રહો, મસ્ત રહો’ વિષય ઉપર ૮૭મું પ્રવચન યોજાયું

aapnugujarat

સ્પેલિંગ મિસ્ટેક કરી મહિલાને પુરૂષ દર્શાવી દાવો નકારી દીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1