Aapnu Gujarat
ગુજરાત

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘નેચરોપથી – સ્વસ્થ રહો, મસ્ત રહો’ વિષય ઉપર ૮૭મું પ્રવચન યોજાયું

‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધી- નગર દ્વારા વિશ્વવંદ્ય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષહેઠળ છેલ્લા ૨૨ વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચન-માળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને  શાસ્ત્ર પર ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં સામાજિક સમસ્યા વિષયના ભાગરૂપ ‘આર્ષ’અક્ષરધામ દ્વારા ‘નેચરોપથી – સ્વસ્થ રહો, મસ્ત રહો’ ૮૭મા પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદના શ્રીમુકેશભાઈ પટેલે વક્તવ્યનો લાભ આપ્યો હતો. પ્રવચનમાં આશરે 2000 જેટલા  શ્રોતાઓએ ભાગ લીધો હતો.

‘નેચરોપથી – સ્વસ્થ રહો, મસ્ત રહો’ વિષય પર પ્રકાશ પાડતાં શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સવારે ઊંઘમાંથી જાગીને દોડવાનું મન થાય એનું બીજુંનામ તંદુરસ્તી. જાગ્યા પછી સાચવી સાચવીને પગ મૂકવો પડે એનું બીજુ નામ બીમારી. બીમારીને શીંગડા નથી હોતા. પરમાત્માએ જે આરોગ્ય આપ્યું છે. તેધનના લોભે આપણે વેચી દઈએ છીએ.  જે દિનચર્યા બગાડી દે છે. સમય કઈ રીતે વાપરવો તે આપણે શીખતા નથી. એટલે બીમારીને આપણે સામેથી આમંત્રણઆપીએ છીએ. નેચરોપથી દ્વારા કબજીયાતથી કેન્સર સુધીના રોગો મટે છે. રોજ એકાદ ભૂલને કારણે અથવા સંજોગોને લઈને આરોગ્ય બગડે છે. આપણાખોરાકમાં 25 ટકા પ્રવાહી 50 ટકા ઘન પ્રદાર્થ લઈને 25 ટકા પેટ ખાલી રાખવું જોઈએ. ગમે એટલા આસન-પ્રાણાયમ કરીએ, જ્યૂસ પીએે પણ કોઈ કાર્યક્રમમાંમોટી ડીશ મળે એટલે આપણે ઝાપટીએ છીએ. એથી બધું ધૂળમાં મળી જાય છે. તેનાથી કોઈ ફાયદો થતો નથી.

થાકવું, કકડીને ભૂખ લાગવી એવું કોઈને ભાગ્યે જ બનતું હોય છે. ઉપવાસનું વિજ્ઞાન બહુ જબરજસ્ત છે.

દર અઠવાડિયે એક દિવસ માટે પાચનતંત્રને આરામ આપો. દરેકને રજાની જરૂર છે. આપણે જેટલો આહાર લઇએ છીએ એ બધો નથી પચતો. એ ન પચેલોઆહાર કે કચરો શરીમાંથી બહાર ફેંકવા માટેનો વૈજ્ઞાનિક રસ્તો એટલે ઉપવાસ. ઉપવાસ એટલે ભૂખમરો નહી. ઉપવાસ એટલે આરોગ્યવાર. આવા આરોગ્યવારદરમ્યાન સૂપ, ફળ, ફળનો રસ-જ્યૂસ, છાસ, દૂધ, સલાડ, ચાની આદત હોય તો બે-એક કપ ચા લઇ શકાય. આરોગ્યવાર કરવા માટે મક્કમ મનોબળ અનેનિયમિતતાની જરૂર છે.

ઉપવાસ દરમ્યાન કેન્સરના કોષો શોષાય જાય છે. બધા મનોદૈહિક રોગ છે. ખાવા માટે તલનું તેલ અને તળવા માટે સીંગતેલ હોય તો મસ્ત રહેતા કોણઅટકાવે ? જો આપણું શરીર સારૂં નહીં હોય તો પૂજા પાઠમાં પણ મન નહીં લાગે.

અત્યારે આપણે ભીડભાડવાળું જીવન જીવીએ છીએ. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી પાંચ તત્ત્વોની શક્તિને પણ સમજવાની જરૂર છે.

 અગ્નિનો સ્રોત સૂર્ય છે. અગ્નિતત્ત્વ મન અને તનને સરખું રાખે છે. અને રોગથી બચાવે છે. દરરોજ 20 િમનિટ તડકો જરૂરી છે. તડકાની તુલ્ય કશું જ નઆવી શકે. તડકો એક  ખોરાક છે. ઉપવાસ હોય ત્યારે 15 મિનિટ શરીર તડકામાં રાખશો તો ભૂખનો અહેસાસ નહી થાય. હાડકાના સાંધાઓમાં ગરમી આવીજશે.

Related posts

૫૦ રૂપિયાની લેતીદેતીમાં મિત્ર એ કરી મિત્રની હત્યા

aapnugujarat

૩ વર્ષમાં ૭૦૦ કરોડના રોડ બનાવી દેવાયા

aapnugujarat

જબુવાણિયા ગામમાં યુવાન પર દીપડાનો હુમલો

editor

Leave a Comment

UA-96247877-1