Aapnu Gujarat
ગુજરાત

8 દિવસ માટે ઊંઝા એ.પી.એમ.સી. બંધ રહેશે

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે,એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ એવા
ઊંઝા એ.પી.એમ.સી. ખાતે તા.25 માર્ચ થી 1 એપ્રિલ સુધી માર્ચ એન્ડિંગને કારણે 8 દિવસ માટે ખેત પેદાશોની હરાજી તેમજ વેપાર ધંધા ને લગતુ તમામ પ્રકારનુ કામ કાજ બંધ રહેશે.

ઉંઝા એ.પી.એમ.સી.ના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલના જણાવ્યા મુજબ, વેપારી એસોસીએશનની માગણીને પગલે વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ માચૅ એન્ડીગના હિસાબોને ધ્યાનમાં રાખીને તેમજ હોળી, ધૂળેટી પર્વની રજાઓ આવતી હોવાથી ઊંઝા એ.પી.એમ.સી. આઠ દિવસ માટે બંધ રહેશે.

ઉંઝા માર્કેટયાર્ડમાં પેઢીઓ ધરાવતા વેપારીઓ દેશી હિસાબોની સાથે ટેબ્લેટ, કૉમપયુટર જેવા ડીજીટલ માધ્યમોની મદદથી વાર્ષિક હિસાબોની લેણ-દેણની પતાવટમાં જોતરાયેલા જોવા મળ્યા હતા. 2જી એપ્રિલ થી રાબેતા મુજબ માર્કેટયાર્ડ ચાલુ થશે

Related posts

राहुल गांधी की घोषणा : जीते तो १० दिन के अंदर कर्ज माफी की नीति की घोषणा

aapnugujarat

દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આહીરની સરાહનીય કામગીરી

editor

સુરેન્દ્રનગર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી

editor

Leave a Comment

UA-96247877-1