Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના કહેર વધતા ભારત એલર્ટ : વેક્સિન નિકાસને અટકાવી

ભારત અત્યાર સુધી દુનિયાના અનેક દેશોને કોરોના ‘વેક્સીન મૈત્રી’ અભિયાન અંતર્ગત વેક્સીનના કરોડો ડોઝ મફતમાં દાન કરી ચુક્યો છે. પરંતુ ફરી એકવાર કોરોનાએ માથુ ઉચકતા કેસોની સંખ્યા વધી રહી છે. તેવી જ રીતે દેશમાં કોરોનાની વેક્સીનનું વેક્સીનેશન વધારવાની પણ જરૂરિયાત વર્ધાઈ રહી છે. પરિણામે ભારતની જ વેક્સીનની ઘર આંગણે માંગ વધી છે. જેથી મોદી સરકારે હવે કેટલાક મહિનાઓ સુધી વિદેશમાં કોરોનાની વેક્સીન મફતમાં ના આપવાનો નિર્ણય લીધો છે.
જોકે એવુ પણ નથી કે ભારત જરૂરિયાતમંદ દેશોને હવેથી કોરોનાની વેક્સીન મફતમાં આપશે જ નહીં. પરંતુ હાલ ઘર આંગણાની જરૂરિયાતોને પુરી કરવા આગામી કેટલાક મહિના સુધી તેની નિકાસ નહીં કરે. સંબધિત અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બે-ત્રણ મહિના બાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. ભારતે ૨૦ જાન્યુઆરીથી વેક્સીન મૈત્રી અભિયાન હાથ ધર્યું હતું. જેને અંતર્ગત અત્યાર સુધીમાં દુનિયાના ૮૦ દેશોને ભારત કોરોનાની વેક્સીનના ૬ કરોડ ડોઝ મફતમાં પુરા પાડી ચુક્યું છે.
ભારતમાં કોરોનાના વધતા જતા કેસમાં કેન્દ્ર સરકાર હવે એસ્ટ્રાજેનેકા વેક્સિન દુનિયાના જરૂરિયાતમંદ દેશોને નહીં આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક વેક્સિનેશન પર ધ્યાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનું નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડના નામે કરી રહી છે.
અધિકારીઓએ નામ ના આપવાની શરતે જણાવ્યું છે કે, વેક્સિનની નિકાસ પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. પરંતુ હવે બીજા દેશોને વેક્સિનનો સપ્લાય સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ કરાશે. વિદેશોમાં વેક્સિન નિકાસ સ્થાનિક ઉત્પાદનના આધારે જ કરાશે.
તેમણે જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા લોકોને વેક્સિનેટ કરવાની છે. દેશમાં વેક્સિન ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે અને બે વેક્સિન (કોવીશીલ્ડ અને કોવેક્સિન)ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ સંજોગોમાં સરકાર બે મહિનાના રિવ્યુ કર્યા પછી જ દેશની બહાર વેક્સિન સપ્લાય વિશે નિર્ણય કરશે.
ભારતે અત્યાર સુધીમાં ૮૦ દેશોને કોરોના વેક્સિન મોકલી છે. ઘણાં દેશોને વેક્સિન મફતમાં આપવામાં આવી છે. જ્યારે અમુક દેશોને તે વેચવામાં આવી છે. પડોશી દેશો શ્રીલંકા, ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સને અંદાજે ૫૬ લાખ વેક્સિન મફતમાં આપવામાં આવી છે.

Related posts

જેલમાં બંધ રાજીવ ગાંધીના હત્યારાએ કરી દયા મૃત્યુની માંગ

aapnugujarat

Om Birla unanimously elected as Lok Sabha Speaker

aapnugujarat

અમિત શાહે ૫ રાજ્યોના અધ્યક્ષોની બોલાવી બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1