Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમિત શાહે ૫ રાજ્યોના અધ્યક્ષોની બોલાવી બેઠક

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હરિયાણાના કુરુક્ષેત્રમાં ગીતા મહોત્સવના ઉદઘાટનમાં જવાનુ રદ કરી નાંખ્યુ છે. તેની જગ્યાએ અમિત શાહે પાંચ રાજ્યોની હાર અંગે ભાજપના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં પાંચ રાજ્યોના અધ્યક્ષ પણ સામેલ હશે.
ભાજપની ચિંતા આ હાર બાદ વધી ગઈ છે કારણકે હિન્દી બેલ્ટમાં ત્રણ રાજ્યોમાં ભાજપને સત્તા ગુમાવવી પડી છે અને તે પણ લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે કુરક્ષેત્રમાં ગીતા મહોત્સવ છ દિવસ ચાલનારો છે. જેમાં આખરી દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ હાજરી આપવાના છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પાર્ટીના પ્રદેશ પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૧૯ની લોકસભાના ચૂંટણી અભિયાનની રૂપરેખ મામલે પણ અમિત શાહ દ્વારા ચર્ચાવિચારણા બાદ સૂચક માર્ગદર્શન આપવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકની યોજના ચૂંટણી પરિણામની ઘોષણા પહેલા તૈયાર કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર નેતાઓના અભિપ્રાયો મેળવવામાં આવશે. આ બેઠકમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાનારા ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના એજન્ડાને લઈને પણ ચર્ચા થવાની છે. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કેવી રીતે સંગઠન તૈયાર કરવું અને સ્થાનિક મુદ્દાઓ પર ભાજપની કેવી રણનીતિ કેવી હોવી જોઈએ તેના સંદર્ભે મહત્વની ચર્ચા વિચારણા થવાની છે.
કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓને જમીની સ્તરે ઝડપથી પહોંચાડવા માટે વિશેષ રણનીતિ મામલે પણ મંથન કરવામાં આવશે. બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોમાં સરકાર અને પાર્ટી વચ્ચે સમન્વયને બહેતર બનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. ભાજપ શાસિત રાજ્યોમાં સરકારી અને રાજકીય પદોની ખાલી જગ્યાઓ પર પાર્ટીના નેતાઓની ઝડપથી નિયુક્તિઓ કરવા મામલે પણ વિચારણા થવાની છે.ચૂંટણી પહેલા કોંગ્રેસ માત્ર પંજાબ, મિઝોર, કર્ણાટકમાં જેડીએ સાથેની ગઠબંધન સરકાર અને પુડ્ડુચેરીમાં સત્તામાં હતી. પરંતુ હવે આમા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ પણ જોડાયેલા છે. ૨૦૧૩થી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સત્તામાં આવેલા ભાજપનો વિજય રથ હવે આ ત્રણેય રાજ્યોમાં આવીને થંભ્યો છે. ભાજપના હાથમાંથી સતત રાજ્ય લપસતા દેખાઈ રહ્યા છે. ભાજપ હવે માત્ર ૧૬ રાજ્યોમાં સત્તામાં છે. જેમાં ભાજપ અને તેના સાથીપક્ષોની ગઠબંધન સરકારોનો પણ સમાવેશ થાય છે. આવા રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગોવા અને બિહારમાં ગઠબંધન સરકાર, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં ભાજપ સત્તામાં છે.

Related posts

સંમતિ છતાં દર્દી સાથે ડોક્ટર સેક્સ કરી શકે નહીં : મેડિકલ કાઉન્સિલ

aapnugujarat

अनचाहे कॉल्स और मेसेज से लोगों को मिलेगी मुक्ति

aapnugujarat

૨૦૧૭માં વધેલી સંપત્તિ પૈકીની ૭૩ ટકા અમીરની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1