Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨૦૧૭માં વધેલી સંપત્તિ પૈકીની ૭૩ ટકા અમીરની

ગયા વર્ષે ભારતમાં જેટલી સંપત્તિનું નિર્માણ થયું છે તે પૈકી ૭૩ ટકા રકમ દેશના એક ટકા લોકોના હાથમાં ગઇ છે. ૨૦૧૭માં વધેલી સંપત્તિ પૈકી ૭૩ ટકા સંપત્તિ પર એક ટકા અમીર વસતીએ કબજો જમાવી લીધો છે. આજે જારી કરવામાં આવેલા એક રસપ્રદ સર્વેમાં આ મુજબની વાત કરવામાં આવી છે. દેશમાં વધતી આવક અસમાનતાનો આ ચોંકાવનારો કિસ્સો સપાટી ઉપર આવ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ૬૭ કરોડ ભારતીયોની સંપત્તિમાં માત્ર એક ટકાનો વધારો થયો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વાર્ષિક કાર્યક્રમની શરૂઆતના થોડાક કલાક પહેલા ઇન્ટરનેશનલ રાઇટ્‌સ ગ્રુપ ઓક્સફેમ દ્વારા જારી કરવામાં આવેલા પરિણામથી જાણવા મળ્યું છે કે, આ આંકડો સૌથી વધારે ગરીબ ભારતીયોનો છે જે દેશની કુલ વસતીના અડધાની આસપાસ છે. વૈશ્વિક સ્તર પર તો સ્થિતિ આના કરતા પણ વધારે ચિંતાજનક છે. ગયા વર્ષે દુનિયાની સંપત્તિમાં જે વધારો થયો હતો તે પૈકી ૮૨ ટકા હિસ્સો એક અમીર લોકોના હાથમાં પહોંચ્યો હતો જ્યારે દુનિયાના ૩.૭ અબજ લોકોની સંપત્તિમાં કોઇ વધારો થયો ન હતો. ગરીબોની આ વસતી વિશ્વની કુલ વસતી પૈકી અડધી વસતી કરતા બરોબર છે. સર્વેના પરિણામ પર દુનિયાની નજર કેન્દ્રિત થઇ છે. આના ઉપર વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. આ કાર્યક્રમમાં મહત્વના વિષયોમાં આવકની અસમાનતાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સર્વેથી જાણવા મળ્યું હતું કે, ભારતની સૌથી અમીર એક ટકા વસતીની પાસે દેશની કુલ ૫૮ ટકા સંપત્તિ છે. વૈશ્વિક સ્તર પર ૫૦ ટકાના આંકડાથી વધારે છે. આ વર્ષના સર્વેથી એવું પણ જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૧૭માં દેશની સૌથી અમીર એક ટકા વસતીની સંપત્તિ ૨૦.૦૯ ટકા વધી છે. આ રકમ નાણાંકીય વર્ષ ૧૭-૧૮ માટે ભારત સરકારના બજેટની રકમની બરોપર છે. રિવોર્ડ વર્ક નોટવેલ્થ નામથી જારી કરવામાં આવેલા રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને કારણે અસમાનતા સપાટી ઉપર આવી રહી છે. અમીર લોકો સંપત્તિ ઉપર વધારે કબજો જમાવી રહ્યા છે જ્યારે લાખો કરોડો ગરીબ લોકો ગરીબી રેખા નીચે છે. ગરીબી રેખા નીચેના લોકો સરકારી યોજનાઓના કારણે સતત સંઘર્ષ કરી રહ્યા છે.

Related posts

મને મધ્યપ્રદેશમાં હસ્તક્ષેપ ન કરવા જણાવાયું હતું : દિગ્વિજય સિંહ

aapnugujarat

P. Chidambaram are only a burden on Earth : TN CM Palaniswami

aapnugujarat

દિલ્હીમાં ૨૫૦ ઝુંપડીઓ બળીને ખાક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1