Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીમાં ૨૫૦ ઝુંપડીઓ બળીને ખાક

દિલ્લીમાં ભીષણ આગ લાગવાની બીજી ઘટના સામે આવી છે. કરોલ બાગ બાદ હવે પંજાબીબાગના પશ્ચિમપુરી વિસ્તારમાં ગઈ મોડી રાતે ભીષણ આગ લાગી.
આગ લાગતા સમગ્ર વિસ્તારમાં આવેલી ૨૫૦ જેટલી ઝુંપડપટ્ટીઓ આગની લપેટમાં આવી જતા તમામ ઝૂપડપટ્ટીઓ બળીને ખાખ થઈ છે. આગ એટલી ભયંકર હતી હતી કે જોતજોતામાં સમગ્ર ઝુંપડપટ્ટીને પોતાની લપેટમાં લઈ લીધુ. થોડીવારમાં તો આગે વિકરાળ રૂપ લેતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો.
આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના ૨૮ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. ત્યારે આ આગમાં બેથી ત્રણ મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થઈ છે જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ફાયર અધિકારીના જણાવ્યા મુજબ, અહીં ગલીઓ સાંકડી હોવાથી આગ પર કાબૂ મેળવવામાં થોડી મુશ્કેલી પડી પણ આખરે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
આ સિવાય પોલીસે અહીંથી નાના મોટા ગેસ સિલિન્ડર પણ કબજે કર્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી છે.

Related posts

ઉર્જિત પટેલના ઉત્તરાધિકારી તરીકે હસમુખ અઢિયાની નિમણૂંક થશે…!!?

aapnugujarat

सुशांत सिंह राजपूत के परिवार को सीबीआई जांच से मिलेगा न्याय : सीएम नीतीश

editor

UP Govt announces financial assistance of 25 lacs, job for martyr Major Ketan Sharma’s family

aapnugujarat

Leave a Comment

UA-96247877-1