Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉર્જિત પટેલના ઉત્તરાધિકારી તરીકે હસમુખ અઢિયાની નિમણૂંક થશે…!!?

ભારતીય રિઝર્વ બેંકઅને મોદી સરકાર વચ્ચેના તણાવની સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ હવે રાજીનામુ આપી દેશે. જો કે હાલ ઉર્જિત પટેલ પોતાના પદ પર છે પરંતુ તેમના ઉત્તરાધિકારી અંગેની અટકળો શરૂ થઈ ચૂકી છે. ભાજપ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉર્જિત પટેલના ઉત્તરાધિકારી તરીકે નાણાં સચિવ હસમુખ અઢિયાના નામની ચર્ચા ચાલી રહી છે.
હસમુખ અઢિયા નવેમ્બરના અંત સુધીમાં રિટાયર થવાના છે અને અઢિયાની રિટાયરમેન્ટ યોજના અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે જૂનમાં પી. કે. સિંહા રિટાયર થવાના હતા તો અઢિયાનું નામ કેબિનેટ સચિવના પદ માટે પણ ચર્ચાયુ હતું, જો કે એવું થઈ શક્યું નહોતું. કેમકે સિંહાને ૧ વર્ષ માટે એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હસમુખ અઢિયા ગુજરાત કેડરના અધિકારી છે અને મોદીના વિશ્વાસુ અધિકારીઓમાંથી એક છે. અમલદારોના વર્ગમાં અનેક લોકો એવું માને છે કે સરકાર તેમને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી શકે તેમ છે. સવાલ એ છે કે એ જવાબદારી કે પદ કયું હશે?
મોદી સરકારે આરબીઆઇ વિરૂધ્ધ સેક્શન ૭નો ઉપયોગ કર્યો છે. કેન્દ્ર સરકારે ઇતિહાસમાં પગેલી વખત આ અધિકારનો ઉપયોગ કર્યો છે. આરબીઆઇ એક્ટની કલમ ૭ અનુસાર સરકારને આ અધિકાર પ્રાપ્ત છે કે જાહેર હિતના મુદ્દે આરબીઆઇને સીધે સીધા આદેશ આપી શકે છે. જેને આરબીઆઇ માનવાનો ઇન્કાર ન કરી શકે.
આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ અને અન્ય નિયામકો જેમાં સેબી, ઇરડા, પીએફઆરડીએએ મંગળવારે નાણામંત્રી અરૂણ જેટલી અને નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને નાણાંની અછત મામલે ચર્ચા કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે, એ સમયે પટેલે રાજીનામા અંગે કોઇ ફોડ પાડ્યો ન હતો.

Related posts

ચિદમ્બરમ પોતાને વિશ્વના સૌથી જ્ઞાની વ્યક્તિ માને છે : મોદી

aapnugujarat

મોદીએ કલ્યાણ સિંહના આવાસ ખાતે તેમના અંતિમ દર્શન

editor

‘नर्वस’ राहुल गांधी वाली टिप्पणी पर नाराज शिवसेना ने बराक ओबामा पर दाग दिए सवाल

editor

Leave a Comment

UA-96247877-1