Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મને મધ્યપ્રદેશમાં હસ્તક્ષેપ ન કરવા જણાવાયું હતું : દિગ્વિજય સિંહ

મધ્યપ્રદેશના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા સિનિયર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ મોટા પાયે આ વખતે કોંગ્રેસના ચૂંટણી અભિયાનથી અલગ રહ્યા હતા. મધ્યપ્રદેશમાં વનવાસ સમાપ્ત કરવા અને જીતની ઇચ્છા રાખનારા કોંગ્રેસના ચૂંટણી અભિયાનથી વ્યાપકપણે દિગ્વિજય સિંહે અલગ રહેવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી, પરંતુ હવે પોતે તેમણે તેનું કારણ બતાવ્યું છે.
મીડિયા સાથે વાતચીત કરતા ૭૧ વર્ષીય દિગ્વિજય સિંહે જણાવ્યું કે ’મેં પોતાને અભિયાનથી બહાર રાખ્યો હતો કારણ કે મને મધ્યપ્રદેશમાં વધુ હસ્તક્ષેપ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેથી હું બે અભિયાનમાં બહાર રહ્યો હતો. જે પણ મને કહેવામાં આવ્યું એ પ્રમાણે મેં કર્યું છે.જ્યારે દિગ્વિજય સિંહને પૂછવામાં આવ્યું કે આખરે ૧૫ વર્ષથી કોંગ્રેસ પાર્ટી સત્તાથી બહાર કેમ છે, તો આ પર તેમણે ૬૦ લાખ ફર્ઝી વોટરનો હવાલો આપ્યો. ત્યારબાદ તેમણે જણાવ્યું કે પાંચ વર્ષોમાં એક વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસ કોઈ ’વાસ્તવિક પડકાર’ આપી શકે નથી. પછી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આખરે એવું કેમ? તો તેમણે જણાવ્યું કે લોકો પોતાના ક્ષેત્રમાં વધુ વ્યસ્ત હતા. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ વખતે હું તમને ખાતરી આપી શકું છું કે આ વખતે કોંગ્રેસ જે રીતે એકજૂટ હતી, એવું મેં પહેલા ક્યારેય જોયું નથી. તેમણે આગળ જણાવ્યું કે ભાજપ વિરુદ્ધ એક સાથે મળીને લડી લડા રહ્યા છીએ.નોંધનીય છે કે ગત મહિને એક વિડિઓમાં દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે તેઓ કોઈ સુનાવણી કરશે નહીં કે કોઈ ભાષણ આપશે નહીં, જેનાથી તેમના પક્ષને નુકસાન થાય. પાર્ટી કાર્યકર્તાઓને આ કહેતા સાંભળવા મળ્યા હતા કે મારી પાસે એક કામ છે. કોઈ કેમ્પિંગ નથી, કોઈ ભાષણ નથી. મારા ભાષણથી કોંગ્રેસનો મત કપાશે, એટલે હું આમ નહીં કરું.
વાસ્તવમાં, દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશના બે વખત મુખ્યમંત્રી રહ્યા છે. વર્ષ ૨૦૦૩માં કોંગ્રેસ સત્તાથી અલગ થઈ હતી અને ૨૩૦ બેઠકોના મુકાબલે કાગ્રેસ પાર્ટી ૩૮ બેઠકો પર સિમિત રહી ગઈ હતી. તેમણે ચૂંટણી ન લડવા અને એક દશકા સુધી રાજ્યની રાજનીતિમાં દખલ ન કરવાની શપથ લીધી હતી. જો કે ૨૦૧૩માં તેમનો આ પ્રણ પૂરો થયો હતો. ત્યારબાદ દિગ્વિજય સિંહ અનેક પ્રકારના નિવેદનોના કારણે મીડિયામાં ચર્ચામાં રહ્યા હતા. એવા ઘણા નિવેદનો આવ્યા જેમાં તેમના નિવેદનના કારણે કોંગ્રેસને નુકશાન વેઠવું પડ્યું હતું.

Related posts

લોકસભામાં કમલનાથે દીકરાને ઉતાર્યો તો જ્યોતિરાદિત્યે મિસીસ સિંધિયાને મેદાને ઉતારીને બદલો લીધો

aapnugujarat

डीआरडीओ ने “अभ्यास” का सफल परीक्षण किया

editor

राहुल गांधी पर विवादित टिप्पणी करने के बाद भाजपा के स्वामी पर पीएल पुनिया ने दर्ज कराइ कराई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1